અપ્રવાસીઓ કેનેડા છોડીને હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે. અપ્રવાસીઓના કેનેડા છોડવાની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ મુજબ 2016તી 2019 વચ્ચે અપ્રવાસીયોના કેનેડા છોડવાની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. રિપોર્ટ સામે આવ્યા બાદ કેનેડાની સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. સરકાર સામે અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે નવા લોકોને પરમિટ આપવાની અપીલ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્સ્ટીટ્યૂટ ફોર કેનેડિયન સિટિઝનશિપ (આઈસીસી) અને કોન્ફરન્સ બોર્ડ ઓફ કેનેડા દ્વારા અપાયેલી માહિતી મુજબ જેમને 1982 માં કે પછી સ્થાયી નિવાસની મંજૂરી મળી હતી. તેમાંથી દર વર્ષે  સરેરાશ 0.9 ટકા લોકો કેનેડા છોડવાનો આંકડો નોંધાતો ગયો. 2019માં આ આંકડો વધીને 1.18 થઈ ગયો. બીજા શબ્દોમાં કહીએ તો 2019માં લગભગ 67000 લોકોએ કેનેડા છોડ્યું અને 2017માં લગભગ 60,000 લોકોએ કેનેડા છોડ્યું. તેનો અર્થ એ થયો કે અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અપ્રવાસીઓ કે જેમને 1982 અને 2018 વચ્ચે સ્થાયી નિવાસ અપાયું હતું તેમણે 2016 અને 2019 વચ્ચે દેશ છોડવાનો પસંદ કર્યો.  રિસર્ચમાં એમ પણ કહેવાયું છે કે દેશ છોડનારા અપ્રવાસીઓની સંખ્યા સામાન્ય રીતે 1990ના દાયકા બાદથી વધી રહી છે. 


સામે આવ્યું આ કારણ
આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેનિયલ બર્નહાર્ડે કહ્યું કે 'હવે અમે એવા લોકોને જોઈ રહ્યા છીએ જે કેનેડા આવી રહ્યા છે અને પછી કહી રહ્યા છે, આહ, ધન્યવાદ નહીં અને આગળ વધી રહ્યા છે.' તેવા લોકોની સંખ્યા વધી રહી છે. આપણે એ માનવું પડશે કે આવાસ, સ્વાસ્થ્ય દેખભાળ, અન્ય પ્રકારની સેવાઓની ઉપલબ્ધતાની કમી તેનો ભાગ છે. અભ્યાસમાં એવા પણ લોકો સામેલ છે જેમને 1982 અને 2018 વચ્ચે સ્થાયી રોકાણની મંજૂરી અપાઈ હતી અને જેમણે કેનેડામાં આવ્યા બાદ ઓછામાં ઓછું એકવાર કર ભર્યો હતો.