Why toilet flush has one large and one small button: આપણે બધાએ આપણી સુવિધા અનુસાર આપણા ઘરમાં વોશરૂમ બનાવેલા હોય છે. ઘરથી લઈને મોટા મોટા શોપિંગ મોલમાં વોશરૂમમાં નવા અંદાજમાં મોર્ડન ફિટિંગ્સની એન્ટ્રી થઈ ચૂકી છે. આવામાં ઘરોમાં પણ નીત નવા પ્રકારની ફ્લેશ જોવા મળે છે. જો કે અહીં એક એવા જાપાની ટોઈલેટની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે કે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 


જાપીની ટેક્નોલોજીનો ઉપયોગ આપણા દેશમાં પણ અનેક દાયકાઓથી પૂરેપૂરા ભરોસા સાથે થતો આવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ હોય કે ઈનોવેશન કોઈ પણ મામલે જાપાની વસ્તુઓનો કોઈ તોડ નથી. હાલ એક એવા જાપાની ટોઈલેટની વાત કરીએ જે દર વર્ષે લાખો લીટર પાણી બચાવવાની પોતાની ખાસિયતના કરાણે ચર્ચામાં છે. જેને લઈને એક એવો દાવો કરાયો છે કે પર્યાવરણને અનુકૂળ આ ટોઈલેટની ડિઝાઈનથી વોશરૂમમાં જગ્યાની બચત થાય ચે. કોમ્પેક્ટ વોશરૂમનો ઉલ્લેખ કરતા એક ટ્વીટમાં એવો દાવો કરાયો છે કે જાપાન આવા ટોઈલેટનો મોટા પાયે ઉપયોગ કરીને વર્ષોથી લાખો લીટર પાણીની બચત કરી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube