Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સોમવારે 26 દિવસ પૂરા થયા. પરંતુ આ યુદ્ધ વચ્ચે દુનિયામાં જે ચીજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની લીલા રંગની ટી-શર્ટ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું મોંઘુ જેકેટ. યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ શરૂ થયા બાદથી સતત લીલા રંગના ટી-શર્ટમાં જ જોવા મળે છે. તેઓ આ ટી-શર્ટમાં જ અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને યુરોપીયન યુનિયનને સંબોધિત કરી ચૂક્યા છે. આ દેશોના સાંસદોએ તેમના માટે ખુબ તાળીઓ પણ પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્લાદિમિર પુતિને પહેર્યું હતું 11 લાખનું જેકેટ
બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હાલમાં જ મોસ્કોમાં થયેલા એક કાર્યક્રમમાં લગભગ 14 હજાર અમેરિકી ડોલર એટલે કે 11 લાખ રૂપિયાનું જેકેટ પહેર્યું હતું. જેને ઈટલીની જાણીતી કંપની Loro Piana એ ડિઝાઈન કર્યું છે. આ જેકેટની નીચે પુતિને જે સ્વેટર પહેર્યું હતું તેની કિંમત 4 હજાર 218 અમેરિકી ડોલર એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા છે. 


જેલેન્સ્કીના કપડામાં છૂપાયો છે શું સંદેશ?
જેલેન્સ્કી નેતા હોવાની સાથે સાથે એક એક્ટર પણ છે. તેઓ જ્યારે પણ દુનિયાની સામે આવે છે ત્યારે તેમના હાવભાવ અને તેમના કપડાંમાં એક ખાસ સંદેશ છૂપાયેલો હોય છે. તેઓ એક વિદ્રોહી અને એક પોસ્ટરબોય તરીકે પોતાને દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. જ્યારે પુતિનના કપડાં જોઈને લાગે છે કે તેઓ આ સમગ્ર સ્થિતિને લઈને નિયંત્રણમાં છે, આત્મવિશ્વાસથી ભરેલા છે અને યુક્રેન અને અન્ય પશ્ચિમી દેશો પર સંપૂર્ણ રીતે હાવી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube