Elections in America : દર ચાર વર્ષમાં અમેરિકાની ચૂંટણી આવે છે. નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે આખા અમેરિકામાં ચૂંટણી થાય છે. આ પરંપરા જાન્યુઆરી 1845 થી અમલમાં આવી હતી. છેલ્લાં 170 વર્ષથી અમેરિકાનો આ ક્રમ બદલાયો નથી, ચૂંટણી મંગળવારે જ થાય છે. ત્યારે આ પાછળનું કારણ અને ઈતિહાસ રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પ્રમુખ પદ માટેની ચૂંટણી માટે ૫ નવેમ્બરે મતદાન થશે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે. ત્યારે અમેરિકન ચૂંટણી સંબંધિત ઘણી રસપ્રદ માહિતી ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે. તેમાંથી એક મંગળવારે યોજાનાર મતદાન છે. વાસ્તવમાં અમેરિકામાં નવેમ્બરના પહેલા મંગળવારે મતદાન થાય છે. આ ૧૭૦ વર્ષથી ચાલી રહ્યું છે. ૨૦૨૪ માં અમેરિકામાં પ્રમુખની ચૂંટણી ૫ નવેમ્બરના રોજ છે તે જ રીતે ૨૦૨૮ માં મતદાન ૭ નવેમ્બર (મંગળવાર) અને ૨૦32 માં મતદાન ૨ નવેમ્બર (મંગળવાર) ના રોજ થશે. અમેરિકામાં દર ૪ વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાય છે.


અંબાલાલ બાદ પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો : દિવાળીના આ દિવસોમાં આવશે વરસાદ


આ રીતે શરૂઆત થઈ  
વાત 1840 પહેલાની છે. તે સમયે દેશની સીટો પર અલગ-અલગ દિવસે મતદાન થતું હતું. એ જમાનામાં કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનની બહુ સગવડ નહોતી. આવી સ્થિતિમાં એક સીટ પર થયેલા મતદાનને કારણે બીજી સીટના વોટિંગ પર અસર પડી શકે કે અભિપ્રાય પ્રભાવિત થઈ શકે તેવો ભય ન હતો. જો કે, 1840 પછી ધીરે ધીરે ટેકનોલોજી આવવા લાગી. રેલ, રોડ, ટેલિગ્રાફ આવવા લાગ્યું. તેની સાથે એ પણ ડર વધ્યો કે, મતદારો અલગ-અલગ દિવસોમાં મતદાન કરીને પ્રભાવિત થઈ શકે છે. આને રોકવા માટે, સમાન ચૂંટણીની તારીખની જોગવાઈ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહિનો અને દિવસ નક્કી કરતી વખતે ઘણા પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો અને પછી નિર્ણય લેવામાં આવ્યો કે નવેમ્બર મહિનો ચૂંટણી માટે શ્રેષ્ઠ રહેશે. 


નવેમ્બર મહિનાની પસંદગીનું કારણ 
બધા પાસામાં ચેક કરાયું કે અમેરિકામાં લગભગ તમામ ખેતીનો પાક નવેમ્બર પહેલા કાપવામાં આવે છે. એક રીતે ખેડૂતો તેમના કામમાંથી મુક્ત થઈને મતદાન કરવા જઈ શકે છે. ત્યાં સુધી વધારે ઠંડી નહીં પડે. નવેમ્બર પછી સખત શિયાળો શરૂ થાય છે, જ્યારે નવેમ્બર પહેલા ઉનાળો અને ખેતીની મોસમ હોય છે. તેથી નવેમ્બર મહિનો ચૂંટણી માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવતો હતો. 


ડાંગ આવીને માફી માંગો રાજભા! ડાયરાના કલાકારની માફીથી કામ ન ચાલ્યું, આદિવાસી સમાજમાં


મંગળવાર પસંદ કરવાનું ખાસ કારણ 
જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહિનો નક્કી કરવામાં આવ્યો, ત્યારે દિવસ પસંદ કરવાનો વારો આવ્યો. પહેલા સપ્તાહના અંતે ચૂંટણી યોજવાની ચર્ચા થઈ, પરંતુ ઘણા અમેરિકનોને શનિવાર-રવિવારે પ્રવાસ કરતા હોય છે. તેથી આ બાબાતને ધ્યાનમાં રાખીને સપ્તાહના અંતે ચૂંટણી યોજવાનો વિચાર છોડી દેવાયો. બીજું એ કે, રવિવારે વધુ એક સમસ્યા એ હતી કે તે દિવસે મોટાભાગના લોકો ચર્ચમાં જતા હતા. તે દિવસોમાં દૂર-દૂરના રાજ્યોમાં લાંબા અંતરે મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. વાહનવ્યવહારનું કોઈ સાધન નહોતું. તેથી મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે લાંબો અંતર કાપવું પડ્યું હતું. આ રીતે મંગળવારે ચૂંટણી યોજવાનું નક્કી કરાયું હતું. ત્યારપછી મંગળવારે ચૂંટણી યોજાઈ રહી છે. આમ તમામ પાસાઓ પર વિચાર કરીને મંગળવારની પસંદગી કરવામાં આવી. તેથી જ અમેરિકામાં તેને સુપર મન્ડે કહેવામાં આવે છે. 170 વર્ષ પહેલા 23 જાન્યુઆરી 1845 ના રોજ યુએસ કોંગ્રેસમાં આ અંગે એક અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. 


હવે મંગળવારનો થઈ રહ્યો છે વિરોધ 
હાલના વર્ષોમાં મંગળવારે યોજાતી રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા તેની સામે કેમ્પેઈન પણ ચલાવાયું હતું. મંગળવારે ચૂંટણી ન યોજવાનું એક કારણ એ પણ આપવામાં આવે છે કે, તે વર્કિંગ ડે હોય છે. જેમાં મોટાભાગના યુવાઓ નોકરીમાં વ્યસ્ત હોય છે, તેથી તેમને સમય કાઢવું મુશ્કેલ હોય છે. 


ગુજરાત માટે અંબાલાલની નવી આગાહી, નવેમ્બરની શરૂઆતમાં જ થશે આવું!