Sacred Island of Okinoshima: આજે મહિલાઓ સમુદ્રથી લઈને અંતરિક્ષ સુધી પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. દુનિયાદારીની બાબતો સિવાય જ્યારે શ્રદ્ધા અને રિવાજોની વાત આવે છે તો સ્ત્રી-પુરુષની સમાનતાની વાત અર્થહીન લાગે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ પ્રથાઓ હજુ પણ ચાલી રહી છે. જેમ કે કેટલીક જગ્યાએ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ. જાપાનમાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓને જવાની પરવાનગી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવિત્ર સ્થાનમાં થાય છે વિશેષ ધાર્મિક વિધિ
ઓકિનોશિમા ટાપુને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. 700 ચોરસ મીટરમાં ફેલાયેલા આ ટાપુ વિશે એવું કહેવાય છે કે તે ચોથીથી નવમી સદી સુધી કોરિયન પેનિનસુલા અને ચીન વચ્ચે વેપારનું કેન્દ્ર હતું. આ ટાપુને પવિત્ર સ્થળનો દરજ્જો મળ્યો છે. મહિલાઓને અહીં આવવાની પરવાનગી નથી. અહીં આજે પણ શિંટો ધર્મની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.


આ પણ વાંચો:  એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો:  LIC ની 3 સર્વશ્રેષ્ઠ પોલિસી! રિટર્નની સંપૂર્ણ ગેરંટી : રોકાણ પર મળશે ઘણા ફાયદાઓ
આ પણ વાંચો:  વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી


આ ટાપુમાં 17મી સદીમાં બનેલું મંદિર છે. માન્યતા અનુસાર, નાવિકોની સલામતી માટે અહીં પ્રાર્થના કરવામાં આવતી હતી. અહીં પૂજા પણ ખૂબ જ વિશેષ રીતે કરવામાં આવે છે. જો કે, જ્યારે પુરુષો પણ અહીં આવે છે ત્યારે એક રિવાજનું પાલન કરવું પડે છે. કહેવાય છે કે આ ટાપુ પર જતાં પહેલા પુરુષો માટે નગ્ન અવસ્થામાં સ્નાન કરવું જરૂરી છે. અહીંના નિયમો એટલા કડક છે કે આખા વર્ષ દરમિયાન માત્ર 200 પુરુષો જ આ ટાપુની મુલાકાત લઈ શકે છે. આ સિવાય પણ તેમને ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે પુરુષો અહીંથી તેમની સાથે કંઈ પણ લઈ શકતા નથી અને ન તો તેઓ પોતાનો અનુભવ કોઈને જણાવી શકે છે.


આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે


શા માટે મહિલાઓને આવવા દેવામાં આવતી નથી?
જૂની માન્યતાઓ અનુસાર, અહીં મહિલાઓ માટે આવવાની મનાઈ છે કારણ કે આ ટાપુ શરૂઆતથી જ ખતરનાક સ્થળ માનવામાં આવે છે. એટલે કે સુરક્ષાના કારણોસર તેમને અહીં આવવા દેવામાં આવતી નથી. સાથે જ મંદિરના એક મહંતનું કહેવું છે કે હજારો વર્ષ જૂની પ્રથા બદલી શકાતી નથી. એટલે કે અહીં મહિલાઓ ન આવવું બીજું કારણ અહીંનો રિવાજ છે, જેમાં પુરુષો અહીં નગ્ન થઈને ફરે છે.


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube