વોશિંગ્ટન: રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદીને લઈને ભારત પર સીએએટીએસએ કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા કે નહીં તેના પર નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કરશે. બાઈડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકી સાંસદોને આ જાણકારી આપી. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ (CAATSA) હેઠળ અમેરિકી પ્રશાસન પાસે ઈરાન, ઉત્તર કોરિયા કે રશિયા સાથે મહત્વપૂર્ણ લેવડદેવડ કરનારા કોઈ પણ દેશ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે CAATSA?
CAATSA એક કડક અમેરિકી કાયદો છે જે 2014માં ક્રિમિયા પર રશિયાના કબજા અને 2016ની અમેરિકાની ચૂંટણીમાં વ્લાદિમિર પુતિનના કથિત હસ્તક્ષેપના જવાબમાં અમેરિકાને એ દેશો પર પ્રતિબંધ લગાવવા માટે અધિકાર આપે છે જે રશિયા પાસેથી પ્રમુખ રક્ષા સાધન સામગ્રી ખરીદે છે. 


બાઈડેન લેશે નિર્ણય
ભારત વિરુદ્ધ સંભવિત CAATSA પ્રતિબંધો સંલગ્ન એક સવાલ પર દક્ષિણ અને મધ્ય એશિયામાં અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લુએ જણાવ્યું કે ભારત પર પ્રતિબંધ લગાવવા કે નહીં તેનો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડેન લેશે. 


QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી


યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીની પડશે અસર?
ડોનાલ્ડ લુએ કહ્યું કે હું તમને આશ્વસ્ત કરી શકું છું કે બાઈડેન પ્રશાસન CAATSA કાયદાનું પાલન કરશે અને તેને સંપૂર્ણ રીતે લાગુ કરશે. પ્રશાસન તેના કોઈ પણ પહેલુ પર આગળ વધતા પહેલા કોંગ્રેસ સાથે ચર્ચા વિચારણા કરશે. તેમણે કહ્યું કે બદનસીબે હું એ નથી કહી શકતો કે ભારત વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાના મામલામાં રાષ્ટ્રપતિ કે વિદેશમંત્રીના નિર્ણય અંગે કોઈ અંદાજો લગાવી શકાય. હું એ પણ નથી કહી શકતો કે શું યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીની આ નિર્ણય પર કોઈ અસર થશે. 


હાલ કોઈ નિર્ણય લીધો નથી
ડોનાલ્ડ લુએ સ્પષ્ટ કર્યું કે બાઈડેન પ્રશાસને ભારત પર CAATSA હેઠળ પ્રતિબંધ લગાવવા મુદ્દે હાલ કોઈ નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું કે ભારત ખરેખર અમારો એક ખુબ જ મહત્વનો સુરક્ષા ભાગીદાર છે. અમે આ  ભાગીદારીને આગળ વધારવાના પક્ષમાં છે. મને આશા છે કે રશિયાને જે પ્રકારે આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી ભારતને સમજ આવી જશે કે હવે રશિયાથી અંતર જાળવવાનો સમય આવી ગયો છે. 


પુતિનની એક ધમકીના કારણે યુરોપમાં દહેશતનો માહોલ, આ 'ગોળીઓ' માટે થઈ રહી છે પડાપડી, સ્ટોક જ ખતમ


ડોનાલ્ડ લુએ દાવો કર્યો કે રશિયન બેંકો પર લગાવવામાં આવેલા વ્યાપક પ્રતિબંધોના કારણે કોઈ પણ દેશ માટે રશિયા પાસેથી પ્રમુખ હથિયાર પ્રણાલીની ખરીદી કરવી ખુબ આકરી હશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમે જોયું છે કે ભારતે કેવી રીતે મિગ-19નો ઓર્ડર રદ કર્યો, રશિયન હેલિકોપ્ટર અન એન્ટી ટેંક હથિયારનો ઓર્ડર રદ કર્યો. 


લુની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે ભારતે યુક્રેન પર રશિયાના હુમલાની ટીકા કરવાના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્રમાં બુધવારે થયેલા મતદાનમાં દૂર રહેવા અંગે રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube