નવી દિલ્હી: રશિયા પર ભારતનe વલણને લઈને ઘણા મુદ્દા પર વધતા અમેરિકી દબાણની વચ્ચે પણ ભારત પીછેહટ કરવા તૈયાર નથી. રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમની ખરીદીને લઈને ભારત પર સતત અમેરિકી પ્રતિબંધોનો ખતરો મંડરાઈ રહ્યો છે પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારના પ્રતિબંધની પરવાહ કર્યા વિના પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે.


એસ. જયશંકરે બુધવારે સ્પષ્ટ રૂપથી જણાવ્યું છે કે, જો રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવાને લઈને અમેરિકા ભારત પર CAATSA કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા માંગતું હોય તો લગાવી શકે છે, પરંતુ ભારતને પોતાની સુરક્ષાની પરવાહ છે. CAATSA અમેરિકાનો એક કાયદો છે જેના હેઠળ તે રશિયા પાસેથી મહત્વપૂર્ણ  સંરક્ષણ સોદા કરનાર દેશો પર પ્રતિબંધ લગાવે છે. ભારતે જ્યારે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમનો સોદો કર્યો ત્યારે અમેરિકા તરફથી એવા સંકેત મળ્યા હતા કે અમેરિકા ભારત પર આ કાયદાનો ઉપયોગ કરી શકે છે પરંતુ અમેરિકાએ તે સમયે કોઈ પ્રતિબંધ લગાવ્યો નહોતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube