ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષે સોમવારે ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેના પર 31 માર્ચે ચર્ચા થશે. પ્રસ્તાવ રજૂ કર્યા બાદ સંસદની કાર્યવાહી 31 માર્ચ સાંજે ચાર કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ એસેમ્બલીમાં નેતા વિપક્ષ શાહબાઝ શરીફે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવ પર 31 માર્ચે ચર્ચા થશે. તો વોટિંગ 3 કે 4 એપ્રિલે થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવિશ્વાસ પ્રસ્તાવને સફળ બનાવવા માટે વિપક્ષને ઓછામાં ઓછા 172 સાંસદોના મત જોઈએ. ઇમરાન ખાન વિરુદ્ધ આજે રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવને વિપક્ષના 161 સાંસદ હાલ સમર્થન આપી રહ્યાં છે. 


8 માર્ચે વિપક્ષી પાર્ટીઓ દ્વારા નેશનલ એસેમ્બલી સચિવાલયમાં ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદથી દેશમાં રાજકીય અસ્થિરતાનો માહોલ છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ની સરકાર દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે. 


આ પણ વાંચો- રમઝાન પહેલા આ ઊંટની બોલી 14 કરોડ લાગી! જાણો શું છે ઉંટની એવી ખાસિયત કે...


ઇમરાન ખાન આ દિવસોમાં પોતાની સરકાર બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઇમરાન ખાને રવિવારે ઇસ્લામાબાદમાં રેલીને સંબોધિત કરતા કહ્યુ કે, તેમની ગઠબંધન સરકારને પાડવાનું ષડયંત્ર વિદેશી તાકાતોના હાથમાં છે. તેમણે કહ્યું કે, અમારા લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો તેનાથી અજાણ છે પરંતુ કેટલાક લોકો અમારા વિરુદ્ધ ધનનો ઉપયોગ કરી રહ્યાં છે. 


તેમણે કહ્યું- તેમણે કહ્યું કે, અમારા પર દબાવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમને લેખિતમાં ધમકી આપવામાં આવી છે પરંતુ અમે રાષ્ટ્રીય હિતોની સાથે સમજુતી નહીં કરીએ. 


ખાને કહ્યું- મારી પાસે જે પત્ર છે તે પૂરાવો છે અને હું આ પત્ર પર શંકા કરનાર કોઈપણ વ્યક્તિને તેને ખોટો સાબિત કરવાનો પડકાર આપુ છું. આપણે તે નિર્ણય કરવો પડશે કે ક્યાં સુધી આપણે આ રીતે જીવીશું. અમને ધમકીઓ મળી રહી છે. વિદેશી ષડયંત્ર વિશે ઘણી વાત છે જે જલદી તમને જણાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube