મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) એ રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન રહેવાના ઇરાદાથી બનાવેલા બિલ પર સહી કરી દીધી છે. આ સાથે તેમનો આજીવન પદ પર બન્યા રહેવાનો માર્ગ મોકળો બની ગયો છે. પુતિનનો કાર્યકાળ 2024 સુધી રહેવાનો હતો પરંતુ પાછલા વર્ષે જન સમર્થનના રૂપમાં રશિયાના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બિલ પર સહી કરતાની સાથે કાયદો બની ગયો છે. જો પુતિન ફરીછી ચૂંટણી લડે છે અને જીતે છે તો 2036 સુધી પદ પર રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000-2036 સુધીનો માર્ગ
પુતિને પ્રથમવાર 2000માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાસિલ કરી હતી જ્યારે બોરિસ યેલ્ટસિને રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ તેઓ 2004મા ફરી જીત્યા અને 2008મા પ્રધાનમંત્રી બની ગયા જ્યારે દિમિત્રી મેદવેદેવ રાષ્ટ્રપતિ હતા. 2012મા પુતિન છ વર્ષ બાદ રાષ્ટ્રપતિ પદ પર આવ્યા અને મેદવેદેવ પીએમ બન્યા. તેઓ 2018મા ચોથા કાર્યકાળ માટે પરત આવ્યા પરંતુ બંધારણમાં સંશોધન વગર 2024મા પરત આવવુ મુશ્કેલ હતું. 


આ પણ વાંચોઃ US માં મળ્યો Coronavirus નો પ્રથમ ભારતીય સ્ટ્રેન, એક રિસર્ચમાં થયો ખુલાસો


સંશોધન માટે મતદાન પર આરોપ
પાછલા વર્ષે સાંસદોએ નક્કી કર્યુ કે પુતિનનો અંગત કાર્યકાળ શૂન્ય માનવામાં આવશે. આ પ્રસ્તાવને ઘણા લોભામણા આર્થિક ફેરફારોની સાથે રેફરેન્ડમ માટે રજૂ કરવામાં આવ્યો. આ મતદાનમાં પુતિને 78 ટકા મતસાથે જીત હાસિલ કરી. પરંતુ આરોપ લાગ્યા કે આ ચૂંટણીમાં નિયમોનો ભંગ થયો છે. લોકોએ વારંવાર મતદાન કર્યું, માલિકોએ પોતાના કર્મચારીઓને મત આપવા મજબૂર કર્યા. ક્રેમલિનના વિરોધીઓએ તેને પુતિનનું ષડયંત્ર ગણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube