હ્યુસ્ટન: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના નવા સ્ટડી મુજબ ચંદ્ર હંમેશાથી સમુદ્રના મોજા પર અસર કરતો હોય છે અને ચંદ્ર પોતાની કક્ષામાં જરા પણ ફેરફાર કરે તો ધરતીના અનેક કાંઠા વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાવવા લાગે છે. નાસાનો આ સ્ટડી ગત મહિને નેચર ક્લાઈમેટ ચેન્જમાં પ્રકાશિત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18.6 વર્ષમાં ચંદ્ર બદલે છે પોતાની જગ્યા
નાસાના સ્ટડી મુજબ ચંદ્રનું ખેચાણ અને દબાણ વર્ષોવર્ષ સંતુલન જાળવી રાખે છે પરંતુ 18.6 વર્ષમાં તે પોતાની જગ્યામાં મામૂલી ફેરફાર કરે છે. આ દરમિયાન અડધો સમય ચંદ્ર ધરતીની લહેરોને દબાવે છે, પરંતુ અડધો સમય આ લહેરોને તેજ કરી દે છે અને તેમની ઊંચાઈ વધારી દે છે જે ખતરનાક છે. 


18.6 વર્ષના ચક્રનો અડધો હિસ્સો શરૂ થવાનો છે
નાસાએ જણાવ્યું કે ચંદ્રના 18.6 વર્ષના ચક્રનો અડધો હિસ્સો શરૂ થવાનો છે જે ધરતીની લહેરોને તેજ કરશે. આગામી 9 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં વૈશ્વિક સમુદ્રી જળસ્તર ખુબ વધી ચૂક્યું હશે અને તેના  કારણે દુનિયાના અનેક દેશોમાં કાંઠા વિસ્તારોમાં પૂર આવી શકે છે. 


Iraq: કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, ઓછામાં ઓછા 50 લોકોના મોત, અનેક ઘાયલ


1880થી 8-9 ઈંચ વધી ચૂક્યું છે સમુદ્રી જળસ્તર
નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન  (NOAA) ના જણાવ્યાં મુજબ વર્ષ 1880થી અત્યાર સુધીમાં સમુદ્રી જળસ્તર 8થી 9 ઈંચ સુધી વધી ચૂક્યું છે અને તેમાંથી એક તૃતિયાંશ એટલે કે લગભગ 3 ઈંચ વધારો તો છેલ્લા 25 વર્ષમાં થયો છે. રિપોર્ટ મુજબ વર્ષ 2100 સુધીમાં સમુદ્રી જળસ્તર 12 ઈંચથી 8.2 ઈંચ સુધી વધી શકે છે  અને તે દુનિયા માટે ખુબ જોખમી હશે. 


2030 સુધીમાં ખુબ વધી જશે ન્યૂસન્સ ફ્લડ
NOAA ના રિપોર્ટ મુજબ વર્ષ 2019માં હાઈ ટાઈડના કારણે અમેરિકામાં 600 પૂર આવ્યા હતા. હવે NASA ના સ્ટડીથી એક નવો  ખુલાસો થયો છે કે વર્ષ 2030 સુધીમાં અમેરિકા સહિત દુનિયાભરમાં અનેક જગ્યાઓ પર ન્યૂસન્સ ફ્લડ(Nuisance Floods) નું પ્રમાણ વધી જશે. આ સાથે જ હાઈ ટાઈડના સમયે ઊંચા ઉઠતા મોજાની ઊંચાઈ લગભગ 3થી 4 ગણી વધુ થઈ જશે. અત્રે જણાવવાનું કે હાઈ ટાઈડના કારણે આવતા પૂરને ન્યૂસન્સ ફ્લડ  (Nuisance Floods) કહે છે. 


US: પુરૂષો કરતા 5 વર્ષ વધુ જીવે છે મહિલાઓ, રિસર્ચમાં સામે આવ્યું આ કારણ


ચંદ્રની સ્થિતિ બદલાય તે જોખમી
નાસાના સ્ટડી મુજબ દર વખતે ચંદ્રની સ્થિતિ બદલાવવી જોખમી હશે અને કાંઠા વિસ્તારોમાં આવતા ન્યૂસન્સ ફ્લડ (Nuisance Floods) ની સંખ્યા પણ વધતી જશે. તેનાથી બચવા માટે દુનિયાભરની સરકારોએ યોજના તૈયાર કરવી પડશે અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube