Ajab Gajab News: કોઈ પણ મહિલાના જીવનમાં માતા બનવું એ ખુબ જ આનંદાયી અને યાદગાર અનુભવ હોય છે. જેને શબ્દોમાં વર્ણન કરવું લગભગ અશક્ય હોય છે. બાળકના જન્મની સાથે જ માતાને જે ખુશી મળે છે તે જીવનમાં મોટામાં મોટી સફળતા મેળવવાથી પણ મળતી નથી. જો કે આ ખુશીને માણવા માટે માતા ખુબ જ દર્દ સહન કરે છે. માતા બનવાનો અનુભવ દરેક મહિલા માટે અપાર વેદના સહન કરવા છતાં ખુબ જ ખુશી આપનારો હોય છે. આવો જ એ અનુભવ મહિલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો કે આ અનુભવ કઈક એવો પણ છે કે લોકો દંગ રહી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાના અનુભવથી લોકો ચોંકી ગયા
ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ કિમ નામની મહિલાએ એક એવો દાવો કર્યો છે કે લોકો દંગ રહી ગયા. તેના દાવા મુજબ તે માત્ર ચાર મિનિટમાં માતા બની ગઈ. તેણે માત્ર ચાર મિનિટમાં બાળકને જન્મ આપ્યો. એટલે સુધી કે ડોક્ટરોને પણ આ વાતનો વિશ્વાસ થયો નહીં. મહિલાએ પોતાની ડિલિવરીની કહાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર શેર કરી છે. મહિલાની કહાની જાણીને લોકો અનેક રિએક્શન આપી રહ્યા છે. કિમ નામની મહિલાએ ટિકટોક પર ડિલિવરીની કહાની શેર કરતા કહ્યું કે તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી પરંતુ ત્યાંથી તે તેની ગોદમાં બાળક લઈને પાછી ફરી. જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો ડોક્ટર્સે તેને ફટાફટ એડમિટ કરી દીધી. ડોક્ટર્સ ડિલિવરીની તૈયારી કરી રહ્યા હતા અને મહિલાએ બાળકને જન્મ આપી દીધો. 


Pakistan: હચમચાવતી ઘટના...સપનામાં ઈશનિંદા જોઈ અને ગુસ્સામાં યુવતીનું ગળું ચીરી નાખ્યું, 3 મહિલાની ધરપકડ


મહિલાએ જણાવ્યું કે ડોક્ટર્સે જ્યારે તેની શારીરિક તપાસ કરી તો જાણવા મળ્યું કે તે ગમે તે ક્ષણે બાળકને જન્મ આપી શકે છે. ત્યારબાદ ડોક્ટર્સે તેને લેબર પેઈન વિશે પૂછ્યું. જો કે કિમને ત્યારે કશું જ મહેસૂસ થતું નહતું. પરંતુ ડોક્ટર સાથેની વાતચીતની માત્ર 4 જ મિનિટમાં મહિલાએ બાળકને જન્મ આપી દીધો. એટલે સુધી કે ડોક્ટર્સને પણ અંદાજો નહતો કે કિમ આટલી જલદી માતા બની જશે. 


કિમે જણાવ્યું કે બાળક પેદા થયાની બરાબર બે મિનિટ પહેલા તેણે તેના પતિને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે ડોક્ટર્સ તેની ડિલિવરી કરાવવા માંગે છે. મહિલાના જણાવ્યાં મુજબ સવારે તેનો પતિ ઓફિસ ગયો હતો. સાંજે જ્યારે તે પાછો આવ્યો તો તેને પણ પોતે પિતા બની ગયો તેનો વિશ્વાસ નહતો થયો. કિમ સવારે દસ વાગે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી. કિમે જ્યારે બાળક પેદા કર્યું તો ત્યારે તેની ડ્યૂ ડેટ પણ નહતી આવી. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube