મહિલાનો અત્યંત ચોંકાવનારો દાવો, એક જ સમયે બે અલગ અલગ પુરુષો સાથે સંબંધ બાંધીને...
આ જાણીને તમને ચોક્કસપણે નવાઈ લાગે કે આવું કેવી રીતે શક્ય બને? તો જાણો આ મહિલા કેમ આવો દાવો કરી રહી છે તેનું કારણ...
World News: એક યુવતીએ એક જ સમયે બે અલગ અલગ પુરુષો સાથે સંબંધ બાંધીને બે બાળકો સાથે ગર્ભવતી થઈ શકે એવો દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. એરિઝોનાની 37 વર્ષની મહિલાએ આ દાવો કર્યો છે. તેના આ દાવાથી દુનિયા પણ ચોંકી ગઈ છે. તેનું કહેવું છે કે તે બે અલગ પુરુષો સાથે સંબંધ બાંધીને બે બાળકો સાથે ગર્ભવતી થઈ શકે છે. આ જાણીને તમને ચોક્કસપણે નવાઈ લાગે કે આવું કેવી રીતે શક્ય બને? તો જાણો આ મહિલા કેમ આવો દાવો કરી રહી છે તેનું કારણ...
મહિલાએ કર્યો આ ચોંકાવનારો દાવો
મહિલાએ દાવો કર્યો કે તે એક જ સમયે બે અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવીને બે બાળકો સાથે ગર્ભવતી થઈ શકે છે. તેના શરીરની અલગ પ્રકારની બનાવટના કારણે આવું શક્ય છે. વાત જાણે એમ છે કે લીન બેલ નામની આ મહિલા બે યોની, બે ગર્ભાશય ગ્રીવા અને બે ગર્ભાશય સાથે જન્મી છે. મહિલાને મહિનામાં બેવાર માસિક ધર્મ આવે છે. આ અંગે ડોક્ટરો જણાવે છે કે ગર્ભાશય ડિડેલ્ફિસ સાથે મહિલાનો જન્મ થયો છે. આ એક એવી અસામાન્ય બાબત છે જેમાં એક વિકાસશીલ બાળકીના શરીરમાં એકની જગ્યાએ બે ગર્ભાશય બની જાય છે. લીન જેવી કેટલીક અન્ય મહિલાઓમાં પણ આવી સ્થિતિ જોવા મળે છે જેમાં બે ગર્ભાશયગ્રીવા અને ટિશ્યુની એક પાતળી દીવાલ હોય છે જે બે અલગ યોની બનાવે છે.
મહિલાએ તેના ટિકટોક એકાઉન્ટ @theladyleanne પર હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. લીને જણાવ્યું છે કે બેવડા પ્રજનન અંગો સાથે તે કેવી રીતે જીવન જીવે છે. એક સામાન્ય મહિલા જે રીતે કામકાજ કરે છે તે રીતે તે કામકાજ કરે છે પરંતુ માસિક ધર્મ સહિત કેટલીક વસ્તુ તેની સાથે બેવડાય છે. તે બે ટેમ્પોનનો ઉપયોગ કરે છે. લીને એ પણ સમજાવ્યું કે તે ગર્ભવતી થઈ શકે છે અને સિઝેરિયન સેક્શન દ્વારા બાળકને જન્મ પણ આપી શકે છે. પરંતુ આવી પરિસ્થિતિને 'ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થા' ગણી શકાય. તેણે એમ પણ કહ્યું કે એક જ મહિનામાં બે બાળકો સાથે ગર્ભવતી થવું શક્ય છે, બંને ગર્ભાશયમાં અલગ અલગ બાળક, અને પિતા પણ અલગ અલગ હોઈ શકે પરંતુ આ એક વિરલ ઘટના છે.
મહિલાએ શરીરની આ દુર્લભ સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે તેને મહિનામાં બે વાર માસિકધર્મ આવે છે જે શારીરિક રીતે તેને દુર્બળ બનાવે છે. સામાન્ય રીતે એક જ સમયે આવતા હોય છે પરંતુ ક્યારેક અલગ અલગ સમયે આવે છે. મહિલા કહે છે કે તેણે બે પેપ સ્મીયર પણ વાપરવા પડે છે જે બેકાર છે. જરાય સહજ નથી. તેનું કહેવું છે કે એક મહિલા જે કરે છે તે બધુ તે બેવાર કરે છે. લીનના જણાવ્યાં મુજબ આ સમય તેના માટે દર્દનાક હોય છે. અસહનીય દર્દ વેઠવું પડે છે. તે માટે દવા પણ લેવી પડે છે.
લીનનું તો એવું પણ કહેવું છે કે તેની આ સ્થિતિથી પુરુષો તેનાથી ડરે છે. લીને થોડા સમય પહેલા ઓનલાઈન ડેટિંગ શરૂ કર્યું હતું અને એક ક્લિપમાં સ્વીકાર્યું કે પુરુષો આ સ્થિતિથી ડરી ગયા છે. લીનની દુર્લભ શારીરિક રચના વિશે જાણે જિજ્ઞાસુ લોકોએ જાણવા ઈચ્છ્યુ તો લીને સ્કેચ દોરીને જણાવ્યું કે બહારથી તેની યોની અન્યની જેમ જ દેખાય છે પરંતુ વચ્ચે ટિશ્યુની દીવાલથી તેના બે ભાગ પડી જાય છે. દરેક એક અલગ ગર્ભાશય ગ્રીવા અને ગર્ભાશય તરફ જાય છે. લીનનો આ વીડિયો 779,000 થી વધુ વાર જોવાઈ ચૂક્યો છે.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube