Wife Breastfeed Husband: બાળકના જન્મ બાદ દરેક માતા બાળકને સ્તનપાન કરાવે છે. અનેકવાર સ્તનપાન દરમિયાન માતાએ કેટલીક મુસીબતોનો પણ સામનો કરવો પડે છે. આવું જ કઈંક અમેરિકાની એક મહિલા સાથે થયું. સ્થિતિ એવી થઈ ગઈ કે મહિલાએ તેના બાળકને બાજુ પર મૂકીને પતિને સ્તનપાન કરાવવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીને સ્તનપાન નહોતી કરાવી શકતી મહિલા
ડેઈલી સ્ટારના ખબર મુજબ અમેરિકાના અલાસ્કામાં રહેતી જેનીફર નામની મહિલાએ ટિકટોક પર એક વીડિયો શેર કરીને પોતાના ખરાબ અનુભવો વિશે જણાવ્યું છે. મહિલાએ જણાવ્યું કે તેની પુત્રીના જન્મ બાદ તેણે પુત્રીને બ્રેસ્ટફીડ કરાવવામાં ખુબ મુશ્કેલીઓ ઝેલવી પડી. મહિલાએ જણાવ્યું કે તે સમયે તેના બ્રેસ્ટમાં મિલ્ક ડક્ટ બ્લોક થઈ ગયું હતું. જેના કારણે તેમાંથી દૂધ બહાર આવતું નહતું. આ કારણે તે તેની દીકરીને દૂધ પાઈ શકતી નહોતી. 


New Zealand: બિલાડીને છે ગજબની લત, પાડોશીઓના ધાબેથી ચોરી લાવે છે લેડીઝ અંડરગાર્મેન્ટ્સ અને પછી....


મહિલાએ જણાવ્યું કે મિલ્ક ડક્ટ બ્લોક થવાના કારણે તેને ખુબ જ દુ:ખાવો થતો હતો. ત્યારબાદ તેણે ઈન્ટરનેટ પર તે અંગે વાંચ્યું. જેનાથી જાણવા મળ્યું કે બ્લોકેજના કારણે તેના બ્રેસ્ટમાં દૂધ ગંઠાઈ જવાના કારણે કેન્સરનું જોખમ વધી શકે છે. ત્યારબાદ તેણે તેની સારવાર અંગે વાંચ્યું. જેમાં જણાવાયું હતું કે સ્તનમાંથી સક કરીને દૂધ બહાર કાઢવું પડશે. આ જ એકમાત્ર ઈલાજ હતો જેનાથી બ્લોકેજ ખતમ થઈ જાય. 


જેનીફરે પતિ પાસે માંગી મદદ
ત્યારબાદ જેનીફરે તેના પતિ પાસે મદદ માંગી. તેણે સપનામાં પણ વિચાર્યું નહતું કે તે તેના પતિને સ્તનપાન કરાવશે. તેના પતિએ પણ આ માટે ના ન પાડી. મહિલાએ જણાવ્યું કે બે દિવસ ખુબ જ દુ:ખાવો રહ્યા બાદ જ્યારે તેના પતિએ મદદ કરી તો તેને ખુબ આરામ મળ્યો. જેનીફરના પતિએ પણ તેનો અનુભવ શેર કરતા જણાવ્યું કે આવું કરવું તેના માટે અજીબોગરીબ હતું. તે પાસે એક કટોરો રાખતો હતો જેમાં તે દૂધ કાઢીને નાખતો હતો. 


સદીની સૌથી મોટી શોધ! વૈજ્ઞાનિકોએ શોધ્યો શરીરનો આ નવો ભાગ


જેનીફરના પતિએ કહ્યું કે તેની પત્ની અસહ્ય દુ:ખાવો સહન કરી રહી હતી જેના કારણે તેણે આમ કરવું પડ્યું. પતિએ જણાવ્યું કે એવું લાગતું હતું કે જાણે તેની પત્નીને સાપે ડસી લીધી અને તે ઝેરને શરીરમાંથી બહાર કાઢી રહ્યો છે. ટિકટોક પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો જેનીફરના પતિના ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube