નવી દિલ્હી: બ્રિટનમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો. જેને જોઈને મેડિકલ સાયન્સમાં મોટી નામના મેળવી ચૂકેલા ડોક્ટરો પણ દંગ રહી ગયા. ડેઈલી મેલના એક અહેવાલ મુજબ બ્રિટનના પોર્ટ્સમાઉથમાં રહેતી એક મહિલાએ પોતાની પ્રેગનન્સી અંગે એકદમ ચોંકાવનારી વાતો જણાવી છે. 28 વર્ષની નિકોલ મોરેએ જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તે સેક્સ (Sex) કર્યા વગર જ પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષો પહેલાની વાત
નિકોલે સોશિયલ મીડિયામાં જે કહાની શેર કરી તે મુજબ કેટલાક વર્ષો પહેલા તે તેના બોયફ્રેન્ડને ડેટ કરી રહી હતી. તે દરમિયાન એક દિવસ અચાનક તેનો જીવ ડોહળાવવા લાગ્યો અને ચક્કર આવવાની ફરિયાદ થઈ. થોડા સમય બાદ છાતીમાં બળતરા અને ચક્કર આવવા લાગ્યા તો મિત્રના કહેવા પર તેણે પ્રેગનેન્સી ટેસ્ટ કરાવ્યો. પણ જ્યારે તેનો પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો સ્તબ્ધ થઈ ગયા. વાત જાણે એમ છે કે નિકોલ વર્જિન એટલે કે કુંવારી હતી. અનેક કોશિશ છતાં તે બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવી શકી જ નહતી. જો કે ત્યારે તેઓ બંને ઈન્ટીમેટ થવા માટે અનેક બીજી રીતો પણ અજમાવતા હતા. 


આશ્ચર્યચકિત થવાનું કારણ
નિકોલે જણાવ્યું કે હું ટેમ્પોન સુદ્ધાનો ઉપયોગ કરી શકતી નહતી. અનેક કોશિશો છતાં હું સેક્સ કરી શકતી નહતી કારણ કે મને ખુબ જ દુ:ખાવો થતો હતો. ડોક્ટરોએ પહેલા કહ્યું કે તેમાં ચિંતાની કોઈ વાત નથી. વાત આગળ વધી તો પ્રેગનન્સી ચેકઅપ દરમિયાન નિકોલને ખબર પડી કે તે કેમ શારીરિક સંબંધ બનાવી શકતી નહતી. અનેક ચેકઅપ અને મેડિકલ ટેસ્ટ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તે વેજિનીસ્મસ  (vaginismus) ડિસીઝથી પીડિત છે. આ બીમારીથી પીડિત મહિલાના વજાઈના મસલ્સ ખુબ સંકડાઈ જાય છે જેનાથી રિલેશન બનાવવા અશક્ય બની જાય છે. 


પ્રેગનન્સી થવા પાછળ દુર્લભ બીમારી
ચોંકાવનારી કહાનીમાં નિકોલે દાવો કર્યો કે શરૂઆતમાં તો ડોક્ટરો અને નર્સ પણ દંગ રહી  ગયા કે આખરે સેક્સ વગર આવું કઈ રીતે બની શકે. કેટલાક ટેસ્ટ અને સેકન્ડ ઓપિનિયન બાદ તેને પોતાની સ્થિતિ અંગે જાણવા મળ્યું. સેક્સ ન કરવા છતાં પણ જો કોઈ પ્રકારે સ્પર્મ વજાઈનામાં પ્રવેશી જાય તો પ્રેગનન્સી શક્ય છે તેવી માહિતી તેને જાણવા મળી. જો કે આ રેર ઓફ રેરેસ્ટ બીમારી વેજિનીસ્મસ (vaginismus) ના કેસમાં થાય છે જે નિકોલ સાથે થયું. 


બધુ સ્પષ્ટ થયા બાદ નિકોલ એક વેજિનીસ્મસ થેરેપિસ્ટને મળી અને તેમની મદદથી તે આ બધામાંથી બહાર આવી શકી. ત્યારબાદ ડિલિવરી સમયે પણ તેને કોઈ પરેશાની થઈ નહી. નિકોલે કહ્યું કે ટ્રોમામાંથી પસાર થયા બાદ ધીરે ધીરે હાલાત સામાન્ય થયા. તે હવે મોટાભાગે આ બીમારીમાંથી બહાર આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આ કહાની પોસ્ટ થયા બાદ તેને વાંચનારા લોકો સ્તબ્ધ થઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


Meghan Markle એ બ્રિટિશ શાહી પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું મળ્યો જવાબ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube