મહિલાનો દાવો; બે પતિ હોવાના કારણે થયો આ મોટો ફાયદો, ત્રીજા પુરુષ માટે વિકલ્પ ખુલ્લો
Woman With Two Husbands: લૈરિસાના ઈન્સ્ટાગ્રામ પર 360000થી વધુ ફોલોઅર્સ છે. તે આઠ વર્ષ પહેલા સિલવાને મળી હતી. ત્યારબાદ તેને સિલવાએ જ સલાહ આપી કે બીજા રોમેન્ટિક પાર્ટનર સાથે પણ ફન કરવું જોઈએ. અહીંથી જ તેમના પોલીએન્ડ્રી રિલેશનશીપ (એક મહિલાના એકથી વધુ પતિ હોવા) ની શરૂઆત થઈ. પતિની સલાહ બાદ લૈરિસાએ તેના બાળપણના મિત્ર વિક્ટરની પસંદગી કરી. તેણે કહ્યું કે તે વિક્ટરને બાળપણથી ઓળખે છે.
Woman With Two Husbands: દુનિયા ચિત્ર વિચિત્ર લોકોથી ભરેલી છે. આ મહિલા 2 પતિ સાથે રહે છે. તેનું કહેવું છે કે તેનાથી તેને ઘણો ફાયદો પણ થાય છે. મહિલાએ કહ્યું કે બે પતિ હોવાના કારણે તે ડિપ્રેશનમાંથી બહાર નીકળી છે. આ સાથે જ ત્રીજા પુરુષ માટે પણ વિકલ્પ ખુલ્લો છે.
બ્રાઝિલની 27 વર્ષની મહિલા લેરી ઈગ્નિડ એક સોશિયલ મીડિયા સ્ટાર છે. મહિલાના દાવો છે કે તે બે પતિ હોવાના કારણે ડિપ્રેશનમાંથી બહાર નીકળી છે. હવે તે ત્રીજા પાર્ટનરની પણ યોજના ઘડી રહી છે. લેરી લૈરિસા નામથી પણ ફેમસ છે. લૈરિસાના એક પતિની ઉંમર 25 વર્ષ છે અને તેનું નામ ઈટાલો સિલવા છે જ્યારે બીજો પતિ 28 વર્ષનો જોઆઓ વિક્ટર છે. તેની સિલવા સાથે એક પુત્રી અને વિક્ટર સાથે એક પુત્ર છે. લૈરિસા સિંગિંગ પણ કરે છે. તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની લવ લાઈફ સંલગ્ન વીડિયો અને તસવીરો શેર કરે છે.
લૈરિસાના ઈન્સ્ટાગ્રામ પર 360000થી વધુ ફોલોઅર્સ છે. તે આઠ વર્ષ પહેલા સિલવાને મળી હતી. ત્યારબાદ તેને સિલવાએ જ સલાહ આપી કે બીજા રોમેન્ટિક પાર્ટનર સાથે પણ ફન કરવું જોઈએ. અહીંથી જ તેમના પોલીએન્ડ્રી રિલેશનશીપ (એક મહિલાના એકથી વધુ પતિ હોવા) ની શરૂઆત થઈ. પતિની સલાહ બાદ લૈરિસાએ તેના બાળપણના મિત્ર વિક્ટરની પસંદગી કરી. તેણે કહ્યું કે તે વિક્ટરને બાળપણથી ઓળખે છે. તે પહેલા તેની માતાના ઘર પાસે રહેતો હતો. વિક્ટર પણ ખુશી ખુશી આ સંબંધમાં જોડાઈ ગયો. શરૂઆતમાં તે થોડો ખચકાતો હતો પરંતુ જ્યારે પછી તેઓ ત્રણેય જણે 'હંમેશા સાથે રહેવા' માટે એક કરાર કર્યો તો તે સહજ મહેસૂસ કરવા લાગ્યો હતો.
આ તે કેવી લોખંડી સુરક્ષા? દિગ્ગજ નેતા બુલેટપ્રુફ ફેસ શિલ્ડ પહેરી કોર્ટમાં પહોંચ્યા
આ જવાનનો Video જોઈ ચોંકી જશો, બંદૂક અને ગોળી અંગે તમારી બધી માન્યતા તૂટી જશે
પ્લાસ્ટિકની બોટલ ખરીદો તો તેની નીચેનો આ નંબર જરૂર ચેક કરો, 1 નંબર હોય તો ફેંકી દો!
શું મળી રહી છે મદદ તે પણ જણાવ્યું
લૈરિસાએ કહ્યું કે બે પુરુષો સાથે રહેવાના કારણે તેને મેન્ટલ હેલ્થના મામલે ઘણી મદદ મળી છે. તેમણે કહ્યું કે મારી પાસે ડિપ્રેસ થવા માટે હવે સમય નથી, આ મારા પતિ છે. તેણે કહ્યું કે બે પુરુષો સાથે હોવું ઘણું સારું છે. જે તેના માટે વાસણ ધૂએ છે અને ઘરની સફાઈ પણ કરે છે. લૈરિસાના બીજા પતિ વિક્ટરે કહ્યું કે પહેલા તેના પરિવાર માટે આ બધુ મુશ્કેલ થઈ રહ્યું હતું પરંતુ સમય જતા તેમણે પણ હવે આ સંબંધ સ્વીકારી લીધો છે.
બીજી બાજુ સિલવાએ કહ્યું કે તેને અને વિક્ટરને ત્યારે બળતરા થાય છે જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ લૈરિસાની આજુબાજુ હોય છે. ઈર્ષા થતા ત્રણેય પરસ્પર ચર્ચા કરી લે છે. લૈરિસાએ કહ્યું કે તે આ સંબંધમાં કોઈ મહિલાને પ્રવેશવા દેશે નહીં પરંતુ એક ત્રીજા પુરુષને સામેલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube