નવા ઘરમાં મહિલાને મળ્યું દિવાલમાં ચણાયેલું ઢીંગલીનું માથું, પછી તો...
- સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે લોકોને ડરાવવાનું કામ કરી રહી છે.
- આ પોસ્ટને અત્યાર સુધી 5.4 લાખ લોકોએ જોઈ છે અને 55,500 લોકોએ તેને રિ-ટ્વીટ કરી છે
ઝી મીડિયા/બ્યૂરો :હોરર ફિલ્મોમાં તમે એક નાનકડી ઢીંગલીને લોકોને ડરાવતા જોઈ હશે. ઢીંગલીઓ પર અનેક એવી ફિલ્મો બની ચૂકી છે, જેમાં આત્માનો વાસ હોય છે અને તે બાદમાં ઘરમાં રહેનારા લોકોની ઊંઘ હરામ કરી દે છે. ભૂતિયા ઢીંગલી ઘરમાં આવતા જ અચાનક અજીબો-ગરીબ ચીજો થવા લાગે છે. હોલિવુડથી લઈને બોલિવુડ સુધી તેના પર અનેક ફિલ્મો બની છે, જેમાંથી કેટલીક તો સત્ય ઘટના પર આધારિત હતી.
પરંતુ શું તમારી સામે આવો કોઈ રિયલ કિસ્સો સામે આવે તો. હાલ સોશિયલ મીડિયા પર એક કિસ્સાની અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે લોકોને ડરાવવાનું કામ કરી રહી છે. ટ્વિટર પર @missjellinsky નામના એકાઉન્ટ પર એક યૂઝરે પોતાની બહેનના નવા ઘરની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેણેએક ડરાવની ઢીંગલીનો ઉલ્લેખ કર્યો છે.
3 ડિસેમ્બરના રોજ શેર કરાયેલી આ પોસ્ટમાં લખાયું છે કે, તેની બહેને રહેવા માટે એક નવુ ઘર ખરીદ્યુ છે. પરંતુ પોતાના નવા ઘરમાં પહોંચતા જ તેને એક ઢીંગલીનું માથું ઘરની દિવાલમાં ચણાયેલું મળી આવ્યું. જેના બાદથી તે ડરી ગઈ છે અને પરિવારવાળાને તેની માહિતી આપી. આ પોસ્ટને અત્યાર સુધી 5.4 લાખ લોકોએ જોઈ છે અને 55,500 લોકોએ તેને રિ-ટ્વીટ કરી છે.