નવી દિલ્હી: તમે એવા અનેક કેસ વિશે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ મહિલાએ એક સાથે ત્રણ કે ચાર બાળકોને જન્મ આપ્યો હોય. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા કિસ્સા વિશે જણાવીશું કે જેને જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. યુકેમાં રહેતી એક મહિલાએ એક વર્ષમાં 3 બાળકોને જન્મ આપ્યો. આ મામલો એટલા માટે પણ અનોખો છે કારણ કે મહિલાએ એક જ વખતમાં ટ્રિપલેટ્સને જન્મ નથી આપ્યો પરંતુ તે માત્ર 10 મહિનામાં બે વાર ગર્ભવતી થઈ અને ત્રણ બાળકોને જન્મ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષમાં બે વાર ગર્ભવતી થઈ મહિલા
ધ સનના એક રિપોર્ટ મુજબ 23 વર્ષની શેરના સ્મિથ(Sharna Smith) એ વર્ષ 2020માં 6 જાન્યુઆરીના રોજ પોતાના પહેલા  બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તે ફરીથી ગર્ભવતી થઈ અને 30 ઓક્ટોબરે જોડકી પુત્રીઓને જન્મ આપ્યો જેમના નામ અલિશા અને અલિઝા છે. 


ગજબ કહેવાય...ચાર્જિંગ વગર 1099 km ની મુસાફરી કરી નાખી, આ ઈલેક્ટ્રિક ટ્રકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


ગર્ભાવસ્થાની ખબરે બધાને ચોંકાવી દીધા
શેરનાએ જણાવ્યું કે જ્યારે તેમનો પુત્ર Laighton ત્રણ મહિનાનો હતો ત્યારે તેને ખબર પડી કે તે ફરીથી પ્રેગનન્ટ છે. તેણે કહ્યું કે હું મારી બીજી ગર્ભાવસ્થા વિશે જાણીને ચોંકી ગઈ.  કારણ કે મારો પુત્ર ફક્ત 3 મહિનાનો હતો. તેમના માટે આ વાત વધુ ચોંકાવનારી ત્યારે બની જ્યારે તેઓ હોસ્પિટલમા ચેકઅપ માટે પહોંચ્યા અને ડોક્ટરે તેમને કહ્યું કે તે જોડકા સંતાનની માતા બનવાની છે. આ અનોખો મામલો ડોક્ટરો માટે પણ ચોંકાવનારો હતો. 


પહેલા બ્રેકઅપ બાદ થયું બ્રેકઅપ
શેરનાએ કહ્યું કે ડોક્ટરોની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મને ખબર નહતી પડતી કે હું ખુશ થઉ કે દુખી થઉ. કારણ કે થોડા સમય પહેલા જ બાળકોના પિતા અને મારું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે અમે સાથે નહતા. જો કે શેરનાના ત્રણેય બાળકો હવે એક વર્ષના થઈ ગયા છે. તે એક પુત્ર અને બે જોડકી પુત્રીઓથી ખુબ ખુશ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube