નવી દિલ્હી: તમે તમારા પલંગ, પથારી, બ્લેન્કેટ કે ઓશિકાને કેટલો પ્રેમ કરો છો? જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે તો શું કહેશો. તમે ચોક્કસ કહેશો કે રાતે આરામ કરતી વખતે ખુબ વ્હાલા લાગે છે. ત્યારબાદ તો સજાવટના સામાનની જેમ મૂકી દેવાય છે. પરંતુ શું તમે તેની સાથે લગ્ન કરવાનું વિચારો ખરા? તમને આ પ્રશ્ન સાવ બેકાર લાગે. પરંતુ આવું વાસ્તવમાં થવા જઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડના ડેવોન શહેરમાં રહેતી પાસકલ સેલિકે પોતાની રજાઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો પાસકલ જે રજાઈ સાથે લગ્ન કરવા જઈ રહી છે તેને Duvet કહે છે. રજાઈ સાથે લગ્ન કરવા માટે પાસકલે ખુબ તૈયારીઓ કરી છે. આ લગ્નમાં એક સામાન્ય લગ્નની જેમ મ્યૂઝિક અને ભોજન પણ રાખવામાં આવ્યું છે. 


આ દેશના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથે તોડ્યો સંબંધ, કહ્યું-'ધિક્કાર છે તમારા પર, જતા રહો અહીંથી'


લગ્ન માટે કાર્ડ છપાવાયા
ભોજન અને મ્યૂઝિક જ નહીં પરંતુ આ લગ્ન માટે પાસકલે ખાસ રીતે વેડિંગ કાર્ડ પણ છપાવ્યાં છે. લગ્ન અંગે પાસકલનું કહેવું છે કે લોકો તેને આ વાત અંગે જજ કરી શકે છે પરંતુ આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જે રજાઈ વગર રહી શકે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...