આ મહિલા પોતાનું `બ્રેસ્ટ મિલ્ક` વેચીને કરે છે લાખોની કમાણી, પીવા માટે બોડી બિલ્ડર્સ કરે છે પડાપડી!
માતાનું દૂધ બાળકો માટે અમૃત સમાન ગણવામાં આવ્યું છે. પરંતુ બ્રિટનમાં એક માતા એવી પણ છે જે પોતાનું બ્રેસ્ટ મિલ્ક વેચીને લાખો રૂપિયા કમાય છે.
નવી દિલ્હી: માતાનું દૂધ બાળકો માટે અમૃત સમાન ગણવામાં આવ્યું છે. પરંતુ બ્રિટનમાં એક માતા એવી પણ છે જે પોતાનું બ્રેસ્ટ મિલ્ક વેચીને લાખો રૂપિયા કમાય છે. બ્રિટનમાં રહેતી ડેબ્રિટો પોતાનું બ્રેસ્ટ મિલ્ક બોડી બિલ્ડર્સને વેચે છે જેનાથી તેને લાખોની કમાણી થાય છે. તેના શરીરમાં જરૂર કરતા વધુ બ્રેસ્ટ મિલ્ક બને છે આથી આ દૂધ તે વેચીને કમાણી કરી લે છે.
વીડિયો શેર કરી આપી જાણકારી
મિલા ડેબ્રિટોએ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના હાથમાં એક પાઉચમાં બ્રેસ્ટ મિલ્ક છે. તેણે તેને લિક્વિડ ગોલ્ડ (Liquid Gold) નામ આપ્યું છે. આ વીડિયો પર લોકોની અજીબોગરીબ પ્રતિક્રિયા આવી રહી છે.
બોડીબિલ્ડર્સ વચ્ચે માગણી વધી
Mila De’brito નું દૂધ ખરીદનારા બોડી બિલ્ડર્સનું માનવું છે કે આ દૂધ માંસપેશીઓ માટે ખુબ ફાયદાકારક હોય છે. જ્યારે ડેબ્રિટોના જણાવ્યાં મુજબ તેણે એ સુનિશ્ચિત કરાવવા માટે ટેસ્ટ કરાવવો પડે છે કે તે સિગારેટ અને દારૂનું સેવન કરતી નથી. તે કહે છે કે તેણે નથી ખબર કે પુરુષો તેનું દૂધ ખરીદીને શું કરે છે પરંતુ તે લોકોએ તેને જણાવ્યું કે આ દૂધ તેઓ પીવે છે.
પાકિસ્તાનનું ભરપૂર સમર્થન કરનારા આ દેશનું નામ જ બદલાઈ ગયું, જાણો કેમ લેવાયો નિર્ણય?
ભારતીય રૂપિયા પ્રમાણે તેના એક ઔંસ (29.5 એમએલ) દૂધની કિંમત 100 રૂપિયા કરતા વધુ હોય છે. તે અત્યાર સુધીમાં અનેક લીટર દૂધ વેચી ચૂકી છે. જેનાથી તેને લગભગ 10 લાખ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે.
બિઝનેસ મોડલ પર સવાલ
એક્સપર્ટ્સનું કહેવું છે કે જરૂરિયાતવાળા બાળકોને જ આ પ્રકારનું દૂધ આપવું જોઈએ. અનેક લોકોએ તેને ખોટું ગણાવતા કહ્યું કે આ મિલ્ક પ્રેગનેન્સી કમ્પલીટ થયા બાદ એક નિશ્ચિત સમય સુધી જ લેવામાં આવતું હોય છે. ધીરે ધીરે તેની ક્વોલિટી પર અસર પડે છે. સારી અને ખરાબ પ્રતિક્રિયાઓ વચ્ચે અનેક લોકો બોડી બીલ્ડર્સ વચ્ચે ફેલાયેલા આ સોચને માન્યતા જ ગણી રહ્યા છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube