Know Interesting Case: જ્યારે કોઈ પણ મહિલા કોઈ બાળકને પોતાની કોખેથી જન્મ આપે છે ત્યારે તેણે ભયંકર દર્દ ઝેલવું પડે છે. પરંતુ જેવી એ મહિલા કોઈ નવજાતને આ દુનિયામાં લાવવાનો રસ્તો બને છે કે તેનું તમામ દર્દ બાળકનો ચહેરો જોઈને જ છૂમંતર થઈ જાય છે. પરંતુ જો કોઈ મહિલા ડિલિવરી કરીને ઘરે પહોંચી હોય અને ફરીથી પ્રેગ્નેન્ટ થઈ હોય તો શું થાય?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે મામલો
લોરેન અહિન્નાવાઈ નામની મહિલાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાની કહાની વિશે જણાવ્યું. મહિલાએ જણાવ્યું કે તેણે 27 નવેમ્બર 2020ના રોજ એક બાળકને જન્મ આપ્યો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 26 ઓક્ટોબર 2021ના રોજ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. વાત જાણે એમ છે કે આ સ્થિતિને આયરિશ પ્રેગ્નેન્સી કહેવામાં આવે છે. 


11 મહિનામાં બે બાળકને જન્મ
ટિકટોક પર શેર કરેલા આ વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે પોતાના બાળકને જન્મ આપ્યા બાદ જ્યારે તે એક પેરેન્ટ બનવાની તૈયારી અંગે વિચારી રહી હતી ત્યારે તેને પોતાની બીજી પ્રેગ્નેન્સી વિશે ખબર પડી. અત્રે જણાવવાનું કે આયરિશ ટ્વિન્સ 12 મહિના કે તેનાથી ઓછા સમયમાં પોતાની માતાની કોખમાંથી બહાર આવી જાય છે. 11 મહિનામાં બે બાળકોને જન્મ આપવા વિશે મહિલા કહે છે કે ભગવાને આપેલી આ સૌથી મોટી ભેટ છે. 


આ Video પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube