એક પત્નીને શક હતો કે તેનો પતિ તેની સાથે ચિટિંગ કરી રહ્યો છે પરંતુ તેને કોઈ પુરાવો નહતો મળતો. ત્યારે તેણે તેના પતિની સૂટકેસ ચેક કરી તો પતિનું જુઠ્ઠાણું બહાર આવી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ સાથે હતી એક્સ ગર્લફ્રેન્ડ
મીડિયા રિપોર્ટ મુજબ થોડા સમય પહેલા ટિકટોક પર બેકી નામની મહિલાએ પોતાની સ્ટોરી શેર કરતા લખ્યું કે તેનો પતિ બિઝનેસ ટ્રીપ પર ગયો હતો. પતિ એ જ હોટલમાં રોકાયો હતો જે હોટલમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ પણ હતી. તે પહેલા પતિની સહકર્મી રહી ચૂકી હતી. 


પતિએ એક્સ ગર્લફ્રેન્ડ પર આવું કહ્યું
જ્યારે પત્નીએ તેના પતિને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તેને તેની એક્સ ગર્લફ્રેન્ડમાં કોઈ રસ નથી. પરંતુ જ્યારે પત્નીએ કહ્યું કે તમે તો એક જ હોટલમાં રોકાયા હતા તો પતિએ કહ્યું કે અમારી હોટલ એક છે પણ રૂમ અલગ અલગ છે. 


શરમથી પાણી પાણી થઈ મોડલ, બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં લીક થયા તેના ઈનરવેરના Pics


એવા 12 દેશ જ્યાં લોકોએ એક પૈસો પણ આવકવેરો ભરવો પડતો નથી, પૂરેપૂરી કમાણી હાથ પર


આ કંપનીએ કર્મચારીઓને 70 કરોડ રૂપિયા વહેંચ્યા, કર્મચારી નોટોના ઢગલે ઢગલા ઘરે લઈ ગયા


પતિએ હોટલનું નામ ન જણાવ્યું
જેના પર પત્નીએ હોટલનું નામ પૂછ્યું તો પતિએ જણાવ્યું જ નહીં. પત્ની ઈચ્છતી હતી કે જો તેને હોટલનું નામ ખબર પડી જાય તો તે ત્યાં ફોન કરીને માહિતી મેળવી શકતી હતી કે તેનો પતિ અને એક્સ ગર્લફ્રેન્ડનું સૂવાનું શું અરેન્જમેન્ટ છે. 


સૂટકેસમાંથી મળ્યો આ પુરાવો
ત્યારબાજ જ્યારે પતિ બિઝનેસ ટ્રીપથી પાછો ઘરે આવ્યો તો પત્નીએ તેની સૂટકેસ ચેક કરી. સૂટકેસમાં તેને એક એવી વસ્તુ મળી જેણે પતિનો ભાંડો ફોડી નાખ્યો. પત્નીને સૂટકેસમાંથી એક પિંક કલરનો નકલી નખ મળ્યો. જ્યારે તેણે પતિને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે આ તો તેની માતાનો નકલી નખ છે. હવે આ વિચારવા જેવી વાત છે કે બિઝનેસ ટ્રીપમાં માતાનો નકલી નખ ક્યાંથી આવી ગયો. આ વાતથી પત્નીને લાગ્યું કે તેનો પતિ ચિટિંગ કરી રહ્યો છે અને તેણે આખી વાત ટિકટોક પર શેર કરી નાખી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube