અમેરિકાના એરિઝોનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ટીચર તેના વિદ્યાર્થી સાથે શારિરિક સંબંધ બનાવતા પકડાઈ. આ ટીચરને 20 વર્ષની જેલની સજા થઈ છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ ટીચરની એક એપ દ્વારા પોલ ખોલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના એરિઝોનામાં એક 28 વર્ષની મહિલા ટીચર પર તેના જ ક્લાસરૂમના 13 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લાગ્યો. વિદ્યાર્થીના માતા પિતાએ એક એપથી આ ટીચરને પકડી હતી. મહિલા ટીચર 13 વર્ષના આ વિદ્યાર્થીને અશ્લિલ મેસેજ મોકલતી હતી. મહિલા પર કેસ થયો. સુનાવણી દરમિયાન આ પરણિત મહિલા બ્રિટની ઝમોરાએ કહ્યું કે હું એક સારી અને સાચી વ્યક્તિ છું. જેણે ભૂલ કરી અને તેના માટે મને ખુબ અફસોસ છે. ટીચરે કહ્યું કે તે સમાજ માટે  કોઈ પણ પ્રકારે ખતરો નથી. 


VIDEO: અમેરિકાના હાઈવે પર અચાનક થયો ડોલરનો વરસાદ, ગાડીઓ રોકીને લોકોએ લૂંટ ચલાવી


ટીચરે જજને એમ પણ કહ્યું કે તે જેલમાં નવી ડિગ્રી મેળવવા માંગે છે. જેથી કરીને જેલમાંથી બહાર આવીને તે એક નવી જિંદગી શરૂ કરી શકે. જો કે કોર્ટના ચુકાદામાં એવી શરત રાખવામાં આવી છે કે ટીચરને સારા વ્યવહારના બદલામાં જેલમાંથી છોડી ન મૂકવામાં આવે. જેલમાંથી બહાર આવ્યાં બાદ ટીચરે સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં નામ નોંધાવવું પડશે. 6ઠ્ઠા ક્લાસના બાળકોને ભણાવતી ટીચરની માર્ચ 2018માં ધરપકડ થઈ હતી. 


પીડિત બાળકના માતાપિતાએ જ્યારે બાળકના વ્યવહારમાં ફેરફાર જોયો તો તેમણે પેરેન્ટ કંટ્રોલ એપ તેના ફોનમાં ઈન્સ્ટોલ કરી હતી. આ એપ મેસેજિંગ એપ પર થનારી સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખે છે. એપ દ્વારા જ પેરેન્ટ્સને વિદ્યાર્થી અને ટીચર વચ્ચેની આપત્તિજનક વાતચીત અંગે જાણ થઈ. પૂછપરછ કરતા પીડિત બાળકે વિસ્તૃતમાં જાણકારી આપી અને સંબંધ બનાવ્યો હોવાનો સ્વીકાર કર્યો. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...