Tradition: ઈન્ડોનેશિયાના બાલીના પૂર્વ ભાગમાં આવેલા સુંબા નામના એક ટાપૂ પર અનેક પ્રાચીને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અહીંની એક વિવાદિત પરંપરા ચર્ચામાં છે. જેના કારણે ટાપુ પણ વિવાદમાં આવ્યો છે. આ પરંપરા છે, ગમતી છોકરીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરવાની. સુંબામાં કોઈ શખ્સને કોઈ મહિલા પસંદ આવી જાય તો, તે તેનું અપહરણ કરી શકે છે અને આવા મામલામાં છોકરીએ અપહરણ કરનાર સાથે લગ્ન પણ કરવા પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડોનેશિયાની આ પ્રથા પ્રમાણે, છોકરાના સંબંધીઓ તેની સાથે મળીને અપહરણ કરી લે છે અને તેને અપરાધની શ્રેણીમાં નથી રાખવામાં આવતું. જો કે આ લગ્નમાં મહિલાની મરજી તો પુછવામાં જ નથી આવતી અને આવા લગ્નોમાં મહિલાઓના ભવિષ્યને લઈને સજાવેલા સપનાઓ ચકનાચૂર થાય છે અને માનસિક રીતે તેને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.


સુંબા ટાપુનો આ રિવાજ એક વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવ્યો છે. જેમાં યુવતીનું અપહરણ કરવામાં આવે છે. આ ટાપૂ પર લગભગ સાડા સાત લાખ લોકો રહે છે. આ પ્રથા પર પ્રતિબંધ મુકવાની માનવાધિકાર સંગઠનો અને વીમેન રાઈટ ગ્રુપ માંગ કરી ચુક્યા છે. જો કે તેમ છતાં પણ સુંબાના કેટલાક વિસ્તારોમાં આ પરંપરા ચાલી રહી છે. જો કે આ વર્ષે બે મહિલાઓના અપહરણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ ઈન્ડોનેશિયાની સરકાર આ પ્રથાને ખતમ કરવા પર ધ્યાન દઈ રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube