પુરૂષોએ પહેરી બ્રા, મહિલાઓ થઈ ટોપલેસ, બર્લિનના રસ્તાઓ પર અનોખુ વિરોધ પ્રદર્શન
બર્લિનના રસ્તાઓ પર અનેક પુરૂષો અને મહિલાઓએ ટોપલેસ થઈને લૈંગિક સમાનતાની માંગ કરી. આ દરમિયાન પુરૂષો બ્રા પહેરીને જોવા મળ્યા. તો મહિલાઓ ટોપલેસ જોવા મળી હતી.
બર્લિનઃ જર્મની (Germany) ની રાજધાની બર્લિન (Berlin) માં શનિવારે થયેલા અનોખા પ્રદર્શનની તસવીરો આજે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે પોલીસ-તંત્રની મુશ્કેલી વધી જ્યારે મહિલાઓ રસ્તા પર ટોપલેસ થઈને ઉતરી, જ્યારે પુરૂષોએ બ્રા, બિકિની પહેરી હતી.
શરીર પર લખ્યું- માય બોડી, માય ચોઇસ
બર્લિનના રસ્તા પર મોટી સંખ્યામાં ઉતરેલા આ લોકો લૈંગિક સમાનતા (Gender Equality)ની માંગ કરી રહ્યાં હતા. તેમનો ગુસ્સો પોલીસના તે પગલાને લઈને હતો, જેમાં એક ફ્રાંસીસી મહિલાને ટોપલેસ થઈને તડકામાં ફરવાને કારણે શહેરના એક વોટર પાર્કમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના પાછલા મહિનાની છે, પરંતુ પોલીસના આ પગલાથી મહિલાઓનો એક મોટો વર્ગ નારાજ થયો હતો. તેના કારણે પ્રદર્શનમાં સામેલ મહિલાઓએ પોતાના શરીર પર માય બોડી, માય ચોઇસ જેવા નારા લખાવ્યા હતા.
રિચર્ડ બ્રેનસનની ટીમ અંતરિક્ષની યાત્રા કરી પરત ફરી, ભારતીય મૂળની સિરિશા પણ થઈ સામેલ
મહિલાને પાર્કમાંથી કાઢવી ભારે પડી
ડેલી મેલના રિપોર્ટ અનુસાર ફ્રાંસીસી મહિલા એક દોસ્ત અને બે બાળકોની સાથે સ્વિમ પાર્કમાં ગઈ હતી. આ દરમિયાન તેણે સ્વિમસૂટ પહેરી રાખ્યું હતું. પરંતુ થોડા સમય બાદ મહિલા ટોપલેસ થઈને સનબાથ લેવા લાગી. જેનો ગાર્ડ વિરોધ કરવા લાગ્યા હતા. ત્યાં હાજર ગાર્ડે તેને છાતી ઢાંકવાનું કહ્યું તો તેણે સવાલ કર્યો કે જો પુરૂષ ટોપલેસ થઈને પાર્કમાં રહી શકે તો તે કેમ નહીં? તેના પર વિવાદ વધી ગયો તો ગાર્ડે મહિલાને બહાર કાઢી મુકી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube