આ મહિલાથી `ખુબ ગભરાય` છે ઈમરાન ખાન અને પાકિસ્તાનની સેના, ખાસ જાણો તેના વિશે
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યાં. આ દરમિયાન પાકિસ્તાનની જ એક મહિલા માનવાધિકાર કાર્યકર્તા ગુલાલઈ ઈસ્માઈલે શુક્રવારે સવારે ન્યૂ યોર્કના રસ્તા પર ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાની પોલ ખોલી નાખી.
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યાં. આ દરમિયાન પાકિસ્તાનની જ એક મહિલા માનવાધિકાર કાર્યકર્તા ગુલાલઈ ઈસ્માઈલે શુક્રવારે સવારે ન્યૂ યોર્કના રસ્તા પર ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાની પોલ ખોલી નાખી. ગુલાલઈ ઈસ્માઈલે પાકિસ્તાનમાં સેના દ્વારા લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો.
ગુલાલઈ ઈસ્માઈલ પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા છે અને હાલમાં તે ત્યાંથી જીવ બચાવીને અમેરિકામાં રાજકીય શરણ મેળવવાના પ્રયત્ન કરી રહી છે. ગુલાલઈ પાકિસ્તાનમાં લઘુમતીઓ અને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતી રહી છે. ગુલાલઈએ પાકિસ્તાની સેના પર આરોપ લગાવ્યો કે સેના અલ્પસંખ્યક મહિલાઓનો બળાત્કાર કરે છે અને તેમને ગાયબ કરી દે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદને ખતમ કરવાના નામે નિર્દોષ પશ્તુનોની હત્યા થાય છે.
ગુલાલઈએ કહ્યું કે હજારો લોકોને યાતના કેન્દ્રો અને જેલમાં પાકિસ્તાની સેનાએ બંધક બનાવીને રાખ્યા છે. તેમણે કહ્યું કે અમારી માગણી છે કે પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા માનવાધિકાર ભંગને તત્કાળ રોકવામાં આવે. યાતના કેન્દ્રો અને જેલમાં બંધ લોકોને છોડી મૂકવામાં આવે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેના વિરુદ્ધ અવાજ ઉઠે તો તેના પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ખેબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા તાનાશાહી થઈ રહી છે.
જુઓ LIVE TV