દુનિયાના સૌથી મનહુસ હીરા, જેના પણ હાથમાં ગયા, તેનું મોત થયું! એક તો વડોદરાના રાજા પાસે છે
દુનિયાના કેટલાક કિંમતી હીરા સદીઓથી રહસ્યનો વિષય રહ્યાં છે. માનવામાં આવે છે કે, આ પ્રાકૃતિક રત્નોમાં અલૌકિક ઉર્જા હોય છે. જે કેટલાક હીરાઓના મામલે સકારાત્મક હોય છે, તો કેટલાક માટે નકારાત્મક. આજે અમે તમને એવા હીરા વિશે જણાવીશું જે શાપિત હીરા છે, જેના વિશે કહેવાય છે કે તે જેમની પણ પાસે ગયા, તેમના ભુંડા હાલ થયા છે.
Cursed Diamonds: દુનિયાના કેટલાક કિંમતી હીરા સદીઓથી રહસ્યનો વિષય રહ્યાં છે. માનવામાં આવે છે કે, આ પ્રાકૃતિક રત્નોમાં અલૌકિક ઉર્જા હોય છે. જે કેટલાક હીરાઓના મામલે સકારાત્મક હોય છે, તો કેટલાક માટે નકારાત્મક. આજે અમે તમને એવા હીરા વિશે જણાવીશું જે શાપિત હીરા છે, જેના વિશે કહેવાય છે કે તે જેમની પણ પાસે ગયા, તેમના ભુંડા હાલ થયા છે.
The Hope Diamond
આ હીરો 350 વર્ષથી વધારે જૂનો છે. તેના માલિકોના દુર્ભાગ્ય અને મૃત્યુનું કારણ બન્યો છે. હોપ ડાયમંડ સૌછી પ્રસિદ્ધ શાપિત હીરાઓમાંથી એક ગણાય છે. 1673 માં તે ભારતમાં મળી આવ્યો હતો. તે મૂળ રૂપથી 115 કેરોડનો નીલમ હતો, જે જેની પાસે પણ ગયો તે તેના વિનાશનું કારણ બન્યો, હાલ તે અમેરિકાના મ્યૂઝિયમમાં છે.
The Sancy Diamond
16 મી શતાબ્દીનો આ હીરો ત્રણ રાજાઓ, ચાર્લ્સ ધ બોલ્ડ (બર્ગંડી), ચાર્લ I (ઈંગ્લેન્ડ) અને લૂઈ 16 (ફ્રાન્સ) માટે અશુભ સાબિત થયો તો. 1978 માં એસ્ટોર પરિવારી હીરેના લુવરને 1 મિલિયન ડોલરમાં વેચ્યો હતો, જ્યાં હાલ પણ તે મોજુદ છે.
The Black Orlov
આ 195 કેરેટનો કાળો હીરો 19 મી સદીમાં એક હિન્દુ મૂર્તિ પરથી ચોરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ચોરી કરનારની હત્યા કરી દેવાઈ હતી. બ્લેક ઓરેલોવ શરૂઆતથી જ શાપિત હીરો ગણાતો હતો. 195 કેરેટનો આ કાળો હીરો ક્યારેક બ્રહ્માની 19 મી સદીની હિન્દુ મૂર્તિની આંખ હતો અને મૂર્તિમાંથી પત્થર ચોરનાર સાધુની હત્યા કરી દેવાઈ હતી. અંતિમ વાર તે વર્ષ 2006 માં ક્રિસ્ટીની હરાજીમાં સાર્વજનિક રીતે જોવા મળ્યો હતો.
The Koh-i-Noor
14મી સદીમાં શોધાયેલો આ હીરો ઘણા શાસકોના હાથમાંથી પસાર થઈ ચૂક્યો છે. એવું માનવામાં આવે છે કે આ હીરા પર એક શાપ છે જે ફક્ત પુરુષો માટે જ ઘાતક છે. શાહજહાં પાસે પીકોક થ્રોનમાં જડિત 186 કેરેટનો વિશાળ હીરો હતો. પરંતુ કોઈ તેનો માલિકાના હક ભોગવી શકે તે પહેલા તેને તેના પોતાના પુત્ર દ્વારા કેદ કરવામાં આવ્યો. આ પથ્થર બ્રિટિશ રાણી વિક્ટોરિયાને આપવામાં આવ્યો હતો.
The Regent
18મી સદીમાં એક ભારતીય ગુલામ દ્વારા શોધાયેલ આ હીરાની વાર્તા એક લોહિયાળ હત્યાથી શરૂ થાય છે. રીજન્ટ ડાયમંડની શરૂઆત ભયાનક હતી. તે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ક્યાંક ગાયબ થઈ ગયો હતો અને અંતે નેપોલિયન I ની તલવાર પર ફરીથી જોવા મળ્યો હતો. જેનો શ્રાપ સમ્રાટને ત્રાસ આપતો હતો. વોટરલૂની લડાઈમાં હાર્યા પછી, તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને દક્ષિણ એટલાન્ટિકના એક નાના ટાપુ પર અલગ પાડવામાં આવ્યો હતો, જ્યાં તેનું 51 વર્ષની વયે અવસાન થયું હતું.
Moon of Baroda
વાર્તા એવી છે કે જો વડોદરાનો મૂન ડાયમંડ સમુદ્ર અથવા મહાસાગરને પાર કરે છે, તો તે તેના માલિક માટે ખરાબ નસીબ લાવતો હતો. લગભગ 500 વર્ષ પહેલાં ભારતના ગોલકોંડા પ્રદેશમાંથી મળી આવ્યો હતો. આ ફેન્સી પીળા હીરાને 24.04 કેરેટ વજનના પિઅર આકારના પથ્થરમાં આકાર આપવામાં આવ્યો હતો. 1700 ના દાયકાના મધ્યમાં ઓસ્ટ્રિયાની મહારાણી મેરી થેરેસાની ટૂંક સમયમાં માલિકી હતી. તેમના મૃત્યુ પછી, તે ગાયકવાડ પરિવારને પરત કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો માને છે કે તેનું મૃત્યુ શાપિત હીરાના સમુદ્ર પાર કરવાને કારણે થયું હતું.