ઇસ્લામાબાદ : વર્લ્ડ બેંક સંબંદ્ધ ન્યાયાધિકરણ ઇન્ટરનેશનલ સેંટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ (ICSID) એ બલૂચિસ્તાન ખાતે રેકો ડિક ખાણ સોદાને રદ્દ કરવા અંગે પાકિસ્તાન પર પાંચ અબજ 97 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેમાં 4.08 અબજ ડોલર દંડ અને 1.87 અબજ ડોલર વ્યાજ છે. આ દંડ પાકિસ્તાનને ટેથયાન કોપર કંપની (TCC)  ને ચુકવવું પડશે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું
ગંભીર આર્થિક સંકટ સામે લડી રહેલ પાકિસ્તાન માટે આ એક મોટો આઘાત છે અને વડાપ્રધાન ઇમરાન ખાને તે જાણવા માટે પંચની રચના કરી છે કે, આ મુદ્દે પરિસ્થિતી આટલી વિપરીત શા માટે થઇ ગઇ. પાકિસ્તાન સરકારે તે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ નિર્ણયની વિરુદ્ધ આઇસીએસઆઇડી સહિત અન્ય સંબંધિત ન્યાયીક મંચો પર અપીલ કરવા અંગે વિચાર કરી રહી છે. 


બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
જ્યારે ડ્રમની નાવમાં બેસાડીને નવદંપત્તીને આપવી પડી વિદાય, નદીઓ ગાંડીતુર
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટને રદ્દ કરી દીધો હતો
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા આ સોદાના કરારમાં ગોટાળો હોવાનું જણાવીને તેને રદ્દ કરવામાં આવ્યા બાદ ટીસીસીએ વર્ષ 2012માં વર્લ્ડ બેંકનાં આઇસીએસઆઇડી સમક્ષ 11.43 અબજ ડોલરનો દાવો પાકિસ્તાન વિરુદ્ધ દાખલ કર્યો હતો. 2017માં આઇસીએસઆઇડી ટીસીસીના પક્ષને યોગ્ય ગણાવ્યો હતો, જો કે દંડની રકમ નક્કી નહોતી. ન્યાયાધિકરણે ગત્ત શુક્રવારે દંડની રકમ નક્કી કરતા પોતાનો નિર્ણય 700 પેજમાં આપ્યો. 


સોલાનમાં બિલ્ડિંગ પડતા 2નાં મોત, સેનાનાં 18 જવાન અને 5 લોકોને કાટમાળમાંથી કઢાયા
2011માં રદ્દ કરવામાં આવ્યો હતો કરાર
પાકિસ્તાન પર લગાવાયેલો દંડ, આઇસીએસઆઇડીના ઇતિહાસમાં તેના દ્વારા લગાવાયેલ સૌથી વધારે નાણાકીય દંડ પૈકીનો એક છે. ટીસીસીએ પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં રેકો ડિકમાં ખુબ મોટા પ્રમાણમાં સોનું અને તાંબાની ખાણની માહિતી મળી હતી. કંપનીનું કહેવું છે કે તેઓ આ વિસ્તારમાં આશરે 22 કરોડ ડોલર ખર્ચ કરી ચુક્યા હતા કે અચાનક 2011માં પાકિસ્તાન સરકારે તેનાં ખનન માટે પટ્ટા પર આપવાની મનાઇ કરી દીધી અને તેની વિરુદ્ધ તેની અપીલ સુપ્રીમ કોર્ટનાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ઇફ્તેખાર ચૌધરીએ સોદામાં ગોટાળો ગણાવીને રદ્દ કરી દીધી હતી. 


ચિંતા વધારનારા સમાચાર: ભારત નહી રહે યુવાનોનો દેશ, વધી જશે વૃદ્ધોની સંખ્યા
TCC પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર
ટીસીસીના ચેરમેન વિલિયમ હેસે ચિલિના સાંતિયાગોમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તેમણે પણ પોતાના કાયદા વિકલ્પ હાલ ખુલ્લા રાખ્યા છે, સાથે જ પાકિસ્તાનની સાથે વાતચીતનો રસ્તો પણ હજી બંધ નથી થયું. પાકિસ્તાનનાં મહાન્યાયવાદી કાર્યાલયે રવિવારે ઇશ્યું એક નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાને આ મુદ્દે કરવામાં આવેલા નુકસાન માટે કોણ જવાબદાર છે, તેની તપાસ માટે એક પંચની રચના કરી છે.