World Food Day 2022: કેમ વધી રહ્યું છે કુપોષણનું પ્રમાણ? જાણો કયા દેશોમાં છે સૌથી વધુ ભૂખમરો
World Food Day 2022: દુનિયાના લગભગ પાંચમાંથી એક બાળક એવું છે જેને જન્મની સાથે જ પોષણયુક્ત આહાર નથી મળ્યો. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થતા મૃત્યુમાંથી લગભગ 50 ટકા કુપોષણના કારણે થાય છે. આ મામલે જાગૃતિ લાવવા જ વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે.
નવી દિલ્લીઃ આજે વર્લ્ડ ફૂડ ડે એટલે કે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને મનાવવાનો મુખ્ય હેતુ ભુખમરા સાથે લડવાનો છે. આ વર્ષની વર્લ્ડ ફૂડ ડેની ખીમ લીવ નો વન બિહાઈન્ડ છે. દુનિયાના દરેક ભૂખ્યા વ્યક્તિને ભોજન મળે તેવા ભાવ સાથે દર વર્ષે 16 ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે. આજના દિવસે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના થઈ હતી. જેથી 16 ઓક્ટોબરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ ભુખમરા સામે લડવાનો છે. જેથી કોઈને ભૂખ્યું અને કુપોષિત ન રહેવું પડે. વિશ્વમાં દર વર્ષે કુપોષણના કારણે લાખો કરોડો લોકો જીવ ગુમાવે છે. જે મામલે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ ફૂડ ડે મનાવવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે દુનિયાના લગભગ 821 મિલિયન લોકો લાંબા સમયથી કુપોષિત છે. કોરોના મહામારી બાદ આ આંકડામાં વધારો થયો છે. આ કુપોષિત લોકોમાંથી 99 ટકા લોકો વિકાસશીલ દેશોમાં રહે છે. જેમાંથી 60 ટકા તો મહિલાઓ અને બાળકો છે. દુનિયાના લગભગ પાંચમાંથી એક બાળક એવું છે જેને જન્મની સાથે જ પોષણયુક્ત આહાર નથી મળ્યો. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થતા મૃત્યુમાંથી લગભગ 50 ટકા કુપોષણના કારણે થાય છે. આ મામલે જાગૃતિ લાવવા જ વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે.
દર વર્ષે આ દિવસમે થીમ સાથે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ Leave No One Behind છે.જેનો અર્થ છે કોઈને પાછળ ન છોડવામાં આવે. ભૂખમરાની સ્થિતિ દર્શાવતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ચીન, બેલારૂસ, તુર્કિયે, ચિલી, ક્રોએશિયા, એસ્ટોનિયા, હંગેરી અને કુવૈત સહિતના 17 દેશોને સૌથી આગળ રાખવામાં આવ્યા છે. આ પાંચ દેશોનો સ્કોર પાંચથી ઓછો છે.આ ઈન્ડેક્સમાં ભારત 107માં નંબર પર છે. તો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, મેડાગાસ્કર, કોન્ગો, ચેડ અને યમન સૌથી પાછળ છે.