WHO Report: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ, હોસ્પિટલમાં ઇન્ફેક્શનથી મોતનો ખતરો વધારે
WHO Infection Control Report: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, છેલ્લા 5 વર્ષમાં ઘણા દેશોના ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોગ્રામનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 106 દેશોના સર્વેમાં માત્ર 4 દેશ એવા હતા જેમાં ઇન્ફેક્શન કંટ્રોલની પદ્ધતિઓ હતી.
WHO Infection Control Report: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પહેલી વખત ઇન્ફેક્શન કંટ્રોલ રિપોર્ટ જાહેર કર્યો છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેસ્પિસ એટલે કે લોહી અને અન્ય ઓર્ગનમાં રહેલા ઇન્ફેક્શનના અડધાથી વધુ કેસ હોસ્પિટલના કારણે થયા છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર સારી સ્વચ્છતા રાખવા છતાં કેટલાક મોટા દેશોમાં પણ ઇન્ફેક્શનની સ્થિતિ ખરાબ છે. દુનિયાભરમાં હોસ્પિટલમાંથી ફેલાયેલા ઇન્ફેક્શનમાં 24 ટકા લોકોના મોત થાય છે. જે દર્દીઓને આઇસીયુમાં દાખલ કરવા પડી રહ્યા છે. તેમાંથી સેસ્પિસ એટલે કે ઇન્ફેક્શનના શિકાર અડધા દર્દીઓના મોત થઈ જાય છે. મોતની સંખ્યા એટલા માટે પણ વધે કેમ કે મોટાભાગના ઇન્ફેક્શન પર એન્ટીબાયોટિક દવાઓ કામ કરતી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, છેલ્લા 5 વર્ષમાં ઘણા દેશોના ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોગ્રામનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 106 દેશોના સર્વેમાં માત્ર 4 દેશ એવા હતા જેમાં ઇન્ફેક્શન કંટ્રોલની પદ્ધતિઓ હતી. દુનિયાભરમાં માત્ર 15 ટકા હેલ્થ કેર ફેસિલિટી એવી છે જ્યાં ઇન્ફેક્શન કંટ્રોલની પદ્ધતિઓને અપનાવવામાં આવી રહી છે. આ પ્રકારના ઇન્ફેક્શનની સારવાર હોસ્પિટલો માટે પડકારજનક બની ગઈ છે. હોસ્પિટલમાં દાખલ થતા 10 દર્દીઓમાંથી ધનિક દેશોમાં 7 અને ગરીબ દેશોમાં 12 દર્દી હોસ્પિટલના ઇન્ફેક્શનનો શિકાર બને છે.
કોરોના મહામારીથી ફરી દેશમાં ચિંતાના વાદળો ઘેરાયા, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં જાણો કેટલા કેસ નોંધાયા
આઇસીયુમાં દાખલ લગભગ 30 ટકા દર્દી હોસ્પિટલમાં હાજર ઇન્ફેક્શનના શિકાર બને છે. ગરીબ દેશોમાં આ મામલે આંકડા 20 ગણા વધારે છે. અમેરિકાના આંકડા અનુસાર ત્યાં દાખલ દરેક 31 માંથી 1 દર્દી અને દર 43 માંથી 1 હોસ્પિટલ કર્મચારી ઇન્ફેક્શનનો શિકાર થાય છે. અલગ અલગ અભ્યાસ અનુસાર પહેલી લહેરમાં 2020 માં હોસ્પિટલમાં જેટલા દર્દી દાખલ થયા તેમાંથી 41 ટકાને હોસ્પિટલમાંથી ઇન્ફેક્શન લાગ્યું હતું.
મન્નુએ શરૂ કરી કોન્ડોમ વચેવાની જોબ, લગ્ન જીવનમાં પેદા થયો તણાવ અને પછી...
ડબ્લ્યુએચઓ અનુસાર જો ઇન્ફેક્શન કંટ્રોલની રીત અપનાવી લેવામાં આવે તો હેલ્થ કેરમાં થતા આ ખતરો 70 ટકા ઘટાડી શકાય છે. Alcohol based hand rub હોસ્પિટલમાં જરૂરી જગ્યાઓ પર હોવું જોઇએ. જેમ કે, દર્દીના બેડ પાસે, ઇમરજન્સી, ફસ્ટ એડ, ઓટી બહાર વગેરે... આઇસીયુમાં પહેલી જતા એપ્રન આઇસીયુથી બહાર ન આવવા જોઇએ. આ નિયમ ડોક્ટર, તીમારદાર અને દર્દી તમામ માટે છે. આ રીતે જ ડોક્ટર જે સ્ટેથોસ્કોપ અથવા કોઈપણ સાધનનો તેની સાથે લઇને જાય છે તેને સેનેટાઈઝ કર્યા બાદ આઇસીયુથી બહાર લાવવામાં આવે. આ રીતે આઇસીયુમાં મોબાઈલ ફોન ઇન્ફેક્શનનો મોટો સોર્સ બને છે. મોબાઈલને હોસ્પિટલના ઇન્ફેક્શનવાળા એરિયામાં લઇ જવામાં ન આવે તો સારું છે.
ગુજરાત ટીમે IPL 2022 માં આ ટીમોના કર્યા હાલ બેહાલ, પ્લેઓફમાં જગ્યા બનાવવા કરી રહી છે સંઘર્ષ
ઇન્ફેક્શન મામલે શું છે દેશમાં સ્થિતિ
11 ટકા દેશો પાસે હોસ્પિટલમાં થતા ઇન્ફેક્શનને રોકવા માટે કોઈ પોગ્રામ નથી.
54 ટકા દેશ એવા છે જ્યાં આ પ્રોગ્રામ તો છે પરંતુ તે યોગ્ય રીતા લાગુ કરવામાં આવ્યા નથી. ભારતને આ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.
34 ટકા દેશ એવા છે જ્યાં ઇન્ફેક્શન કંટ્રોલ સિસ્ટમ આખા દેશમાં લાગુ છે અને તેમાંથી માત્ર 19 ટકા જ એવા છે જ્યાં આ સિસ્ટમ અસરદાર રીતે કામ કરી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube