ઝી બ્યૂરો, અમદાવાદઃ જરા તમે વિચારો કે, તમે કોઈ  Island પર વસવાટ કરો છો. અને ત્યાં કુલ 100 લોકોની જ વસ્તી છે અને આ વસ્તીમાં માત્ર 3 જ બાળકો છે. આશ્ચર્યચકિત થઈ ગયા ને? અમે South Koreaનાં Nokdo Islandની વાત કરી રહ્યા છે. જે જબરજસ્ત શહેરીકરણની ચપેટમાં છે. આ  Island પર માત્ર ત્રણ જ બાળકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપથી ઘટતી વસ્તી છે ચિંતાનું કારણ
દક્ષિણ કોરિયાના એક ટાપુ પર ફક્ત 3 બાળકો જ બચ્યા છે. આ ત્રણેય બાળક એક જ પરિવારના છે. આ સિવાય 100થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ટાપુ પર કોઈ બાળકો નથી. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે કોઈપણ વ્યક્તિ તે ટાપુ પર જવાનું પણ પસંદ નથી કરતા. આજે એશિયા ખંડમાં દક્ષિણ કોરિયા ચોથા નંબરની મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. પરંતુ દેશને આગળ વધારવા માટે જરૂરી વસ્તી અહીં ખૂબ ઓછી છે.


Nokdo Islandમાં માત્ર ત્રણ બાળકો છે
વર્ષ 2020માં દક્ષિણ કોરિયા સૌથી ઓછો જન્મ દર ધરાવતો દેશ હતો. આ દેશના Nokdo Islandમાં માત્ર ત્રણ બાળકો જ બચવાની વાતે સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. અહીં ત્રણેય બાળકોને રમવા માટે ઘણી બધી ખાલી જગ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિકની પણ કોઈ સમસ્યા નથી. પરંતુ સમસ્યા એ છે કે તેમની સાથે કોઈ રમવાનું નથી. એટલું જ નહીં આ બાળકોના અભ્યાસ અને લેખન પર પણ ગંભીર અસર પડી રહી છે.


બાળકો પણ નથી આ ટાપુના રહેવાસી
મહત્વની વાત તો એ છે કે, આ ત્રણેય બાળક પણ Nokdo Islandનાં રહેવાસી નથી. Island પર રહેલા એકમાત્ર ચર્ચમાં પાદરીનું કામ કરતા શખ્સનાં બાળકો છે. અને પાદરી પણ 2016થી અહીં વસવાટ કરી રહ્યા છે. જેનો અર્થ થાય છે કે, આ ત્રણ બાળકો આવ્યા પહેલા Island પર એકપણ બાળક ન હતું.


કુશળ બાળકો
આ ત્રણ બાળકોમાં ચાન સૌથી મોટો છે. તેના પિતા લ્યૂ જીઉન-પિલની ઉંમર 42 વર્ષની છે અને તે આ ટાપુ પર રહેતા સૌથી નાની ઉંમરના લોકો પૈકીના એક છે. આ ટાપુ અંગે પિલ જણાવે છે કે, હું આ ટાપુ પર કાયમી વસવાટ કરી શકુ તેમ નથી. જ્યાં સુધી મારી પાસે પાદરીની નોકરી છે ત્યાં સુધી જ હું અહીં રહીશ. જોકે આ ટાપુ ખૂબ જ સુંદર છે. પરંતુ અહીં બાળકોનું કોઈ ભવિષ્ય નથી. એટલા માટે હુ ફરજિયાત આ ટાપુ છોડી દઈશ.


જન્મદરમાં દક્ષિણ કોરિયા સૌથી પાછળ છે
એક સમયે નાનકડો ટાપુ માનવ વસ્તીથી ઉભરાતો હતો. પરંતુ 1970-1980નાં દાયકા દરમિયાન દક્ષિણ કોરિયામાં કુટુંબિક યોજનાઓનાં કાર્યક્રમોને વેગ મળ્યો અને દેશ ઝડપથી શહેરીકરણની દિશા આગળ વધવા લાગ્યો. જેના કારણે દેશની મોટાભાગની વસ્તીમાં સંતાન પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીન વલણ દાખવવા લાગી. પરિણામે સ્થિતિ એવી આવી કે, વર્ષ 2020માં જન્મદરની યાદીમાં દક્ષિણ કોરિયા વિશ્વમાં છેલ્લા ક્રમ પર પહોંચ્યો.


દક્ષિણ કોરિયામાં જન્મ દર 0.84 ટકા
વિશ્વ બેંકના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયામાં જન્મ દર ઘટીને 0.84 ટકા નોંધાયો. જે વર્ષ 1970માં 4.5 ટકા નોંધાતો હતો. પરંતુ વર્ષ 1970ના દાયકામાં દેશની અર્થવ્યવસ્થામાં ઉછાળો આવ્યો. ત્યારે સેમસંગ, હ્યુન્ડાઈ જેવી કંપનીઓએ મહિલાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી. ા દરમિયાન ફેમિલી પ્લાનિંગ અંગે પણ લોકોમાં જાગરૂકતા ફેલાવવા લાગી. આ  કારણ છે કે,દેશની રાજધાની, સિઓલના મેટ્રોપોલિટન વિસ્તારમાં રહેલી 51 મિલિયન લોકોની વસ્તી પર આરોપ લગાવાઈ રહ્યો છે કે, તેમના કારણે દેશમાં બાળકોનો જન્મ ઓછો થયો હતો.


2045 સુધીમાં દક્ષિણ કોરિયા સૌથી વૃદ્ધ દેશ બનશે
બેંક ઓફ કોરિયાના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયા વર્ષ 2045 સુધીમાં જાપાનને પાછળ છોડી દેશે અને વિશ્વમાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા ધરાવતો દેશ બની જશે. બેંકે ડિસેમ્બરના અહેવાલમાં જણાવ્યું હતું કે અમને જન્મ દર ઘટવાની સંભાવના હતી. પરંતુ જન્મદરનો આંક  અપેક્ષા કરતા વધુ ઝડપથી ઘટી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube