Cambodia Angkor Wat Temple: ભારતમાં જ્યારે દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિરની વાત કરીએ તો સામાન્ય રીતે તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 6 લાખ 31 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં છે દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર
દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નહીં પરંતુ એક એવા દેશમાં છે જ્યાં એક પણ હિન્દુ નથી. આ દેશનું નામ છે કમ્બોડિયા. આ મંદિરનું નામ છે અંકોરવાટ. આ મંદિર સિમરિપ શહેરમાં આવેલું છે. ભગવાન વિષ્ણુના આ મંદિરનું ક્ષેત્રફળ 8 લાખ 20 હજાર વર્ગ મીટર છે. આ મંદિર UNESCO તરફથી વિશ્વ ધરોહર તરીકે પણ જાહેર થઈ ચૂક્યું છે. આ મંદિરને દુનિયાના સૌથી મશહૂર ધાર્મિક સ્થળોમાં ગણવામાં આવે છે. મંદિરનું નિર્માણ 1112 થી 1153 ઈસ્વીસનમાં થયું છે. 


દુનિયાના સૌથી મોટા મંદિરનો આકાર દિલ્હીના અક્ષરધામ મંદિર કરતા લગભગ 4 ગણો છે. મંદિરની ખાસ વાત એ છે કે તેની ચારેબાજુ ખાઈ તરીકે સુરક્ષા કવચ બનાવવામાં આવેલું છે. જેની પહોળાઈ 700 ફૂટ જેટલી છે. મંદિર એક ઊંચા ચબૂતરા પર સ્થિત છે જેમાં ત્રણ  ખંડ છે. આ ત્રણેય ખંડોમાં મૂર્તિઓ બનાવવામાં આવી છે. પ્રત્યેક ખંડથી ઉપરના ખંડ સુધી પહોંચવા માટે સીડીઓ બનાવવામાં આવેલી છે. પ્રત્યેક ખંડમાં 8 ગુંબજ છે. આ તમામ ગુંબજ 180 ફૂટ ઉપર છે. મુખ્ય મંદિર ત્રીજા ખંડની છત ઉપર સ્થિત છે. 


મંદિરમાં પ્રવેશવા માટે એક વિશાળ દ્વાર બનાવવામાં આવ્યો છે જે લગભગ 1000 ફૂટ પહોળો છે. મંદિર સાડા ત્રણ કિલોમીટર લાંબી પથ્થરની દીવાલોથી ઘેરાયેલું છે. દીવાલ બાદ 700 ફૂટ પહોળી ખાઈ છે. જેના પર એક જગ્યાએ 36 ફૂટ પહોળો પુલ છે. આ પુલથી મંદિરના પહેલા ખંડ દ્વાર સુધી પહોંચી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube