નવી દિલ્હીઃ પડોશી દેશમાં સતત બગડી રહી છે સ્થિતિ. અહીં વાત થઈ રહી છે સતત અવળચંડાઈ માટે જાણીતા ચીનની. ચીનમાં કોરોના કેસ વધતા ત્યા લાદવામાં આવેલી કડક કોવિડ નીતિ સામે શનિવારે રાત્રે શાંઘાઈ સહિત ઘણા શહેરોમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જેના વિરોધમાં લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શાંઘાઈમાં ભીડે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેના નેતા શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી હતી. લોકોએ 'સ્ટેપ ડાઉન સીસીપી' અને 'સ્ટેપ ડાઉન જિનપિંગ'ના નારા લગાવ્યા. ચીનમાં આ એક દુર્લભ દૃશ્ય હતું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કડક કોવિડ લોકડાઉનને કારણે સામાન્ય લોકોની નિરાશા વધી રહી છે. આ વિરોધના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડક નિયમોનો લોકો કરી રહ્યાં છે વિરોધઃ
પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં શુક્રવારે કડક કોવિડ નિયમો સામે લોકોનો ગુસ્સો ભડક્યો. જે બાદ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. ઘણા ચાઈનીઝ લોકોનું કહેવું છે કે કોવિડ પ્રતિબંધોને કારણે લોકોને ઘર છોડીને ભાગવામાં મુશ્કેલી પડી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી, દેશભરના ઘણા શહેરોમાં કડક કોવિડ નિયમો સામે ગુસ્સો ફાટી નીકળ્યો.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube