Fish: દુનિયામાં અનેક પ્રકારની માછલીઓ હોય છે. પણ અહીં જે માછલીની વાત કરવામાં આવી છે એ માછલી તમને ક્યાંય પણ જોવા જ નહીં મળે. જો તમને કોઈ પૂછે કે કોઈ વ્યક્તિ અથવા જીવ -જંતુના લોહીનો રંગ કેવો હોય છે ?  તો વધુ પડતા લોકોનો જવાબ 'લાલ' જ હશે.  શું તમે એવા દરિયાઈ જીવોની વિશે જાણો છો કે જેમનું લોહી વાદળી રંગનું હોય છે. શું તમે એવા દરિયાઈ જીવોની વિશે જાણો છો કે જેમનું લોહી વાદળી રંગનું હોય છે. ? આ માછલીઓના શરીરમાં હોય છે 3 હૃદય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 1. આ માછલીને લોકો કટલફિશ ના નામથી ઓળખે છે
કટલફિશ માછલીના લોહીનું રંગ હોય છે વાદળી. આ માછલી કાંચિડોની જેમ પોતાના રંગને બદલે છે. જેથી ઊંડા દરિયામાં આ માછલીને શોધવી તે એક ચેલેન્જ છે.


 2. કટલફિશને ઓક્ટોપસની જેમ હોય છે 8 હાથ
 કટલફિશ માછલીને ઓક્ટોપસની જેમ 8 હાથ હોય છે. જેના સિવાય લાંબા ટેન્ટેકલ્સ પણ હોય છે. જેમાં કટલફિશ તેના ખોરાકને પકડે છે. આ માછલીની કુલ 120 પ્રજાતિઓ દરિયામાં હોય છે.  કટલફિશ માછલી નાના માછલીઓ , કરચલા, ઝીંગા વગેરેને ખાય છે.
 
 3.  જાણો વાદળી રંગના લોહીના રહસ્ય વિશે
દરિયાઈ જીવો પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'આ માછલીનું લોહી વાદળી કે લીલા રંગ હોવાનું કારણ એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે. અને આ પ્રોટીનમાં કાૅપર હોય છે. જેના લીધે કટલફિશના લોહીનો રંગ વાદળી અથવા કો લીલો થઈ જાય છે.
 
4.  આ માછલીના શરીરમાં હોય છે 3  હૃદય
સૌથી અનોખી વાત એ છે કે માછલીના શરીરમાં એક નહીં પણ 3 હૃદય ધબકે છે. જ્યારે પણ કોઈ અન્ય જીવ આ માછલી પર હુમલો કરે છે. ત્યારે કટલફિશ એક ધુમાડો છોડે છે જેથી હુમલો કરવા માટે આવેલ માછલીને કોઈ પણ દેખાઈ શકતુ નથી.


5.માછલીના શરીરની અંદર હોય છે શંખ
 કટલફિશની વિશેષતા એ હોય છે કે શંખ બહાર હોવાની જગ્યા પર તેના શરીરની અંદર હોય છે. એરાગોનાઇટથી બનેલું અંદરવાળું શંખ ખોખલું હોય છે. જે કટલફિશના શરીરમાં એવો આકાર આપે છે . જેથી ઊંડા દરિયામાં સરળતાથી ફરી શકે.
 
6.  કટલફિશની આંખો હોય છે W આકારવાળી
 કટલફિશની આંખોનો આકાર W પ્રકારનો હોય છે. જેના કારણે તે 180 ડિગ્રી સુધી કોઈ પણ જીવ ને જોઈ શકે છે.  કટલફિશ માછલી રંગોને ઓળખી નથી શકતી પણ જીવોના આકારથી સમજે છે કે કોણ શિકાર છે અને કોણ શિકારી.