Most Expensive Food: 10 રૂપિયાની પાણીપુરી થી લઈને 500 રૂપિયાનો આઈસક્રીમ ખાનાર દરેક પ્રકારનો વર્ગ આપણી આસપાસ છે, ખાવાના શોખીન રેસ્ટોરન્ટમાં જાત જાત નું નવું ખાવા માટે તૈયાર રહેતા હોય છે, અને તેના માટે તેઓ રૂપિયા ખર્ચતા વિચારતા નથી.. અહીં દુનિયાની એવી વાનગીઓ ની વાત જેની કિંમત એટલી વધારે હોય છે કે આપણે સપનામાં તેને ખરીદતા વિચાર કરીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી નવી વાનગીઓ ખાવાના શોખીનો ને ખુશ રાખવા અને તેમનું વેચાણ વધારવા રેસ્ટોરન્ટ માલિકો જાત જાતની વાનગીઓ તૈયાર કરતા હોય છે અને આવી વાનગીઓ ઘણી મોંઘી હોય છે. તે ભોજનનું બિલ દરેક વ્યક્તિ ભરી શકતો નથી.


અહી છે દુનિયાની સૌથી મોંઘી વાનગીઓના નામ જેની કિંમત છે:


1. દુનિયાનું સૌથી મોંઘું ભોજન છે 'કૈવિયાર અલ્માસ'-
આ ભોજન ઈરાની બેલુગા માછલીના ઈંડા થી બનેલું સ્ટર્જન હોય છે. જો કે તે 60થી 100 વર્ષ જુનું હોય છે. ખાવાની આ વસ્તુ માત્ર લંડનના પિકાડિલીમાં કૈવિયાર હાઉસ અને પ્રૂનિયરમાં મળે છે. સંપૂર્ણ રીતે બન્યા પછી તેની એક ચમચી ની કિંમત 36 હજાર ડોલર એટલે કે આશરે 27 લાખ હોય છે.


2. લિંડથ હોવે પુડિંગ મીઠાઇની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે-
આ દુનિયાની સૌથી મોંઘી મીઠાઈ ગણવામાં આવે છે. વાનગીને હાઈ એન્ડ બેલ્જિયન ચોકલેટ, ગોલ્ડ, કૈવિયાર અને બે કેરેટના હીરાથી બનાવવામાં આવે છે. આ એક ફેબ્રેજ ઈંડાના સ્વરૂપમાં આપવામાં આવે છે. આ મીઠાઈનો એક ટુકડો 34, 531 ડોલર સુધીમાં વેચાય છે એટલે કે તેની કિંમત 25. 76 લાખ રૂપિયા સુધી કહી શકાય છે.


3. શું તમે યુબારી કિંગ મિલન નો સ્વાદ ચાખ્યો છે?
યુબારી કિંગ મેલન એક જાપાની તરબૂચ છે. તે અંદરથી નારંગી રંગનું હોય છે. તેની મીઠાઈમાં એક અલગ જ સુગંધ હોય છે. જાપાનમાં થનારા આ તરબૂચ દુનિયાના સૌથી મોંઘા ફળોમાંનું એક હોય છે. યુબારી તરબૂચની કિંમત 6 હજાર સુધી હોય છે. હરાજીમાં તેની કિંમત 29 હજાર ડોલર સુધી જાય છે. જાપાનના પૈસાદાર લોકો ખુશીના અવસર પર આ તરબૂચ ને  ભેટ તરીકે  આપે છે.
 
4. મોંઘી વસ્તુઓથી બને છે માંસ પાઈ ની ડિશ-
બ્રિટનના લંકાશાયરમાં 'માંસ પાઈ ડિશ' મળે છે. અને આ માંસ પાઈ દુનિયાની સૌથી મોંઘા ખોરાક જેવા કે જાપાની વાગ્યૂ  બીફ , ચીની મૈત્સુતકે મશરૂમ, વિન્ટર બ્લેક ટ્રફલ અને ફ્રેંચ બ્લુ ફૂટ મશરૂમની મળીને બનાવવામાં આવે છે. આ વાનગીની કિંમત આશરે 14 હજાર ડોલર એટલે કે 10.45 લાખ રૂપિયા છે. તેને સોનાના વર્કની શણગારવામાં આવે છે. જેથી દુનિયાની મોંઘી ડિશમાંથી એક છે.
 
5. લુઈસ 13 પિઝામાં સમાવેશ થાય છે આ દુર્લભ પદાર્થનો-
લુઇસ 13 પિઝાને દુર્લભ પદાર્થને લઈને બનાવવામાં આવે છે. લોટને 72 કલાક સુધી રાખવામાં આવે છે, તેના પછી બુફાલા મોઝરેલા લગાવવામાં આવે છે. તેના પછી પિઝા પર પનીર નું મિશ્રણ નાખવામાં આવે છે.  સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી જ આ પિઝાને આશરે 12 હજાર ડોલર એટલે કે 9 લાખમાં વેચવામાં આવે છે.