2024ની સૌથી શરમજનક ઘટના: 16 વર્ષની છોકરી પર ઓનલાઈન ગેંગરેપ! રૂમમાં બેઠાંબેઠાં...
આ ઘટનાએ હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી દીધી છે. માનસિકતા હવે કયા સ્તર પર ગંદી થઈ રહી છે તેનો આ સૌથી શરમજનક, સૌથી આઘાતજનક કિસ્સો. 16 વર્ષની છોકરીનો ઓનલાઈન ગેંગરેપ...અનેક છોકરાઓએ કર્યો કાંડ...
'ઓનલાઈન ગેંગરેપ': એક 16 વર્ષની છોકરી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટ પહેરીને ઑનલાઇન ગેમ રમી રહી હતી, જ્યારે તેનો વર્ચ્યુઅલ અવતાર કેટલાક છોકરાઓના વર્ચ્યુઅલ જૂથથી ઘેરાઈ ગયો હતો. તેઓ બધાએ છોકરીને ધક્કો માર્યો અને તેના પર 'ગેંગરેપ' કર્યો. બ્રિટનમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મેટાવર્સ ગેમ રમતી 16 વર્ષની છોકરીનો વર્ચ્યુઅલ અવતાર ઓનલાઈન ગેંગ રેપનો શિકાર બન્યો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના બાદ બાળકી ખૂબ જ આઘાતમાં છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, 'આ 16 વર્ષની છોકરી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટ પહેરીને ઓનલાઈન ગેમ રમી રહી હતી, ત્યારે તેની પર ઓનલાઈન ‘ગેંગરેપ’ થયો હતો.
'છોકરીને ખૂબ જ આઘાત લાગ્યો'
મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિત છોકરીને શારીરિક રીતે નુકસાન થયું નથી, પરંતુ તેણીએ તે જ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આઘાતનો સામનો કર્યો છે જે વાસ્તવિક દુનિયામાં ગેંગ રેપ પીડિતા અનુભવે છે. આવી સ્થિતિમાં પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે.
છોકરી મેટાની ઓનલાઈન ગેમ રમી રહી હતીઃ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુવતી 'હોરાઇઝન વર્લ્ડ્સ' નામની ગેમ રમી રહી હતી. તે મેટાની એક પ્રોડક્ટસ છે, જે અગાઉ ફેસબુક તરીકે જાણીતું હતું. અહેવાલો સૂચવે છે કે પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ જાતીય દુર્વ્યવહારની ઘણી ફરિયાદો આવી છે, પરંતુ યુકેમાં આજ સુધી કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી.
સાથે જ આ કેસની તપાસમાં એવો પણ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પોલીસે વર્ચ્યુઅલ ક્રાઈમ પર કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે પોલીસ પાસે બળાત્કારની વાસ્તવિક ઘટનાઓની તપાસ પહેલાંથી જ બાકી છે. હવે આ કેસોનો વધારો થશે.
જો કે, યુકેના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ વર્ચ્યુઅલ ગેમમાં ગેંગરેપની આ ઘટનાની તપાસનો બચાવ કર્યો છે, છોકરીને થતા માનસિક આઘાતના મહત્વ પર ભાર મૂક્યો છે અને આવા વર્ચ્યુઅલ કૃત્યોની ગંભીરતાને ઓછી ન આંકવા સામે ચેતવણી આપી છે. તેમણે એક ટીવી પ્રોગ્રામમાં કહ્યું, 'અમે અહીં એક બાળક વિશે વાત કરી રહ્યા છીએ... એક બાળક જે જાતીય આઘાતમાંથી પસાર થયું છે. તે ખૂબ જ નોંધપાત્ર મનોવૈજ્ઞાનિક અસર ધરાવે છે.