નવી દિલ્લીઃ સૌથી પહેલાં ક્યાં અને ક્યારે થયો હતો પતંગનો ઉપયોગ? સૌથી પહેલાં કોણે ચગાવ્યો હતો પતંગ? આવા અનેક સવાલો આપણાં મનમાં આવતા હોય. પણ પતંગ સાથે જે કિસ્સાઓ જોડાયેલાં છે એ સદીઓ પુરાણા છે. ત્યારે અહીં અમે તમને દેશ અને દુનિયાભરમાં પતંગ સાથે જોડાયેલાં કિસ્સાઓની એક ઝાંખીન દર્શન કરાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતંગનો ક્યાંરે કેવી રીતે થયો ઉપયોગ?
-18મી સદીમાં પતંગનો ફોટોગ્રાફી માટે ઉપયોગ થતો હતો.


-છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગ પર અનેક પ્રયોગો કર્યા હતા.મૃત્યુની સજા પામેલા આરોપીને રાજા એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે આરોપીને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતો.જો પતંગ સાથે આરોપી ઉડે તો પ્રયોગ સફળ ના ઉડે તો આરોપી પછડાઈને મરી જતો.રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.


-તમને માનવામાં નહીં આવે કે પતંગના સહારે તો ચોરી પણ થયેલી છે જી હા 16મી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.


-1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હોન્ગગ્લાઈડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાથી નાસી છૂટ્યો હતો.


-ઈ.સ.1749માં સ્કેટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઢાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ 6 પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું,થર્મોમીટર બાંધી વાદળનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવી હતી.


-એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા,બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો.


-વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે.એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઈડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃતિ છે.


-ઈ.સ. 900માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા.આ પ્રયોગથી દુશ્મનોમાં ખળભળાટ ફેલાયો હતો અને તેનો લાભ પણ સેનાપતિને મળ્યો હતો.


-ઈ.સ.1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.


-એક અમેરિકને 1810માં 24 હજાર ફૂટ ઊંચે પતંગ ચગાવીને બતાવ્યો હતો તેના પરથી એક વૈજ્ઞાનિકે સંશોધન કરીને ઉપયોગી તારણો પણ કાઢ્યા હતા.


- વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવીને ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી.


-પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૈપ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.


-ચીન,કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો.


ક્યાં ક્યા નામથી ઓળખાય છે સંક્રાંત:
હિમાચલ પ્રદેશ   લોહડી અથવા લોહળી
પંજાબ   લોહડી અથવા લોહળી
બિહાર સંક્રાંતિ
આસામ   ભોગાલી બિહુ
પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા મકરસંક્રાંતિ
ગુજરાત અને રાજસ્થાન મકરસંક્રાંતિ
મહારાષ્ટ્ર સંક્રાંત
આંધ્ર પ્રદેશ તેલુગુ
તામિલ નાડું પોંગલ
કર્ણાટક સંક્રાન્થી
થાઇલેન્ડ સોંગ્ક્રાન
મ્યાનમાર થિંગયાન


ક્યાં કેવી રીતે મનાવાય છે પોંગલનો તહેવાર:
તમિલનાડુંમાં ઉત્તરાયણ પોંગલના રૂપમાં મનાવાય છે.સૌરપંચાગ અનુસાર આ તહેવાર પહેલી જાન્યુઆરીએ આવે છે.પોંગલ ખેડૂતોનો તહેવાર છે.ત્રણ દિવસના આ તહેવારમાં ખેડૂતો પહેલા દિવસે કચરો ભેગો કરી શળગાવે છે.બીજા દિવસે લશ્રમીની પૂજા કરે છે અને ત્રીજા દિવસે પશુધનની પૂજા કરે છે.શીખ પરિવારો આ પર્વને લોહડી તરીકે ઉજવે છે.


કેવી રીતે મનાવાય છે લોહળીનો તહેવાર-
રાત્રિના સમયે ખુલ્લી જગ્યામાં પરિવાર અને આસપાસના લોકો સાથે મળીને આગ પ્રગટાવીને બેઠક કરાય છે.આ સમયે લાવા,મગફળી,ખેડી જેવી ખાદ્યવસ્તુઓ ખાવામાં આવે છે.


કેવી રીતે મનાવાય છે ભોગાલી બિહુ-
ભોગાલી બિહુ અસમમાં મનાવવામાં આવે છે.આ સમયમાં ખેતરમાં સારો પાક ઉગે છે જેની ઉજવણીના ભાગ રૂપે ઉલ્લાસમાં ગીતો ગાઈને આ પર્વની ઉજવણી કરાય છે.