Divorce Rules: આ દેશમાં કૉફી ન પિવડાવવા પર મળે છે તલાક, જાણો તલાકના અજીબ કાયદાઓ
આ દેશ છે પોતાના જડ અને અજીબો ગરીબ નિયમો માટે જાણીતો દેશ સાઉદી અરેબિયા. જ્યાં કૉફી ન આપવી એ છૂટાછેડા માટેનો આધાર બની શકે છે. નિયમ એવો છે કે, જો પત્નીને તેનો પતિ સવારમાં સારી કૉફી આપવામાં નિષ્ફળ રહે તો પત્ની પતિથી તલાક માંગી શકે છે અને તેને મંજૂર પણ કરવામાં આવે છે. એટલે કે જો પત્ની કોફીની શોખીન હોય તો તેને રોજ સવારે સારી કૉફી મળવી જરૂરી છે.
નવી દિલ્હીઃ આ દુનિયા અજીબોગરીબ વસ્તુઓ અને ઘટનાથી ભરેલી છે. એટલા જ અજીબ જ આ દુનિયાના રીવાજો. એમાં પણ આજે વાત કરીશું છૂટાછેડાના અજીબ રિવાજો પર. છૂટાછેડા એટલે બે વ્યક્તિઓ વચ્ચેની એવી સમજૂતી જેમાં તેઓ એકબીજાથી છૂટા પડી જાય છે. છૂટાછેડા લેવાના અનેક કારણો હોય છે. પરસ્પર સમજણનો અભાવ, સાથીનો દગો આપવું કે પછી કોઈ શારીરિક અથવા તો સમાજિક સમસ્યા. પરંતુ તમે એવું માની શકો કે, એક કોફીના કારણે છૂટાછેડા થઈ શકે છે? આ વાત એકદમ સાચી છે. અને દુનિયાના એક દેશમાં આવો કાયદો પણ છે.
આ દેશ છે પોતાના જડ અને અજીબો ગરીબ નિયમો માટે જાણીતો દેશ સાઉદી અરેબિયા. જ્યાં કૉફી ન આપવી એ છૂટાછેડા માટેનો આધાર બની શકે છે. નિયમ એવો છે કે, જો પત્નીને તેનો પતિ સવારમાં સારી કૉફી આપવામાં નિષ્ફળ રહે તો પત્ની પતિથી તલાક માંગી શકે છે અને તેને મંજૂર પણ કરવામાં આવે છે. એટલે કે જો પત્ની કોફીની શોખીન હોય તો તેને રોજ સવારે સારી કૉફી મળવી જરૂરી છે.
દુનિયામાં છૂટાછેડા માટે અનેક આવા અજીબોગરીબ કાયદાઓ છે. જેમાં એક છે ચીનનો હત્યાને લગતો કાયદો. ચીનના એક બહુ જૂના કાયદા અનુસાર જો સ્ત્રીને લાગે છે કે, તેનો પતિ તેને દગો દઈ રહ્યો છે, તો પત્ની તેની હત્યા કરી શકે છે. જો કે, આ કાયદાની ખાસ વાત એ છે કે, પત્નીએ કોઈ હથિયાર વિના એટલે કે પોતાના હાથથી જ પતિની હત્યા કરવાની રહે છે.
કહેવાય છે કે,પુરુષો ભૂલકણા હોય છે. અને આ એક ભૂલવાની ભૂલ તેમને ભારે પડી શકે છે, જો તેઓ સમોએ દેશમાં હોય તો. આ દેશમાં તલાકથી બચવા માટે પતિઓએ તારીખો ખાસ યાદ રાખવી પડશે. એમાં પણ ખાસ તો પત્નીનો જન્મદિવસ. સમોઆના એક કાયદા પ્રમાએ તો પતિ પોતાની પત્નીને જન્મદિવસની શુભેચ્છા આપતા ભૂલી જાય તો પત્ની તેને તલાક આપી શકે છે.
મોટા ભાગના દેશોમાં છૂટાછેડા લેવા કાનૂની છે. પરંતુ કેટલા દેશો એવા છે જ્યાં છૂટાછેડા લેવા ગુનો હોય શકે છે. ફિલિપિન્સમાં છૂટાછેડા લેવા ગુના છે. એટલે જ કેટલાક લોકો વિદેશમાં જઈને છૂટાછેડા લે છે. જો કે આ છૂટાછેડા ફિલિપિન્સમાં માન્ય નથી ગણાતા.
જો કે ભારત આ મામલે ઘણું જ આગળ અને મુક્ત વિચારસરણી ધરાવતો દેશ છે. આ દેશમાં પુરુષ અને સ્ત્રીને સમાન અધિકારી મળે છે અને છૂટાછેડા લેવા માટે બંનેની સહમતિ જરૂરી છે. અહીં તો છૂટાછેડા પહેલા યુગલને એક તક પણ આપવામાં આવે છે. સાથે જ ભારત એવા ગણતરીના દેશોમાંથી છે જ્યાં ત્રિપલ તલાકને કાયદાકીય છૂટાછેડા તરીકે માન્યતા નથી આપવામાં આવી. એટલે કે ભારતના છૂટાછેડાના કાયદા દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ઘણા સારા છે.