પતિને વારાફરતી પ્રેમ કરવા બનાવ્યું ટાઈમટેબલ, 3 બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન!
કેન્યામાં રહેતી કેટ, ઇવ અને મેરી ગોસ્પેલ મ્યુઝિકની શિક્ષા મેળવી રહી હતી. આ દરમિયાન કેટની મુલાકાત સ્ટીવો નામના વ્યકિત સાથે થઈ. ત્યાર બાદ કેટે સ્ટીવોની મુલાકાત તેની બહેનો સાથે કરાવી. આ સાથે કેટની બન્ને બહેનોને પણ પહેલી નજરમાં સ્ટીવોથી પ્રેમ થઈ ગયો હતો. જો કે સ્ટીવો માત્ર કેટને જ પસંદ કરતો હતો.
નવી દિલ્હીઃ આપણાં ત્યાં એક પત્નીની પ્રથા છે. જ્યારે કેટલી જગ્યાઓ એવી પણ છે જ્યાં બહુપત્નીત્વની પ્રથા આજે પણ ચાલે છે. અલગ અલગ પરિવારોની છોકરીઓ એક જ પરિવારમાં એક જ પુરુષને પરણે અને તેની સાથે રહે. આવા અનેક કિસ્સાઓ આપણે પહેલાં પણ સાંભળ્યાં છે. પણ અહીં વાત કરવામાં આવી છે એક અનોખા લગ્નની. આ લગ્નમાં પણ વાત તો બહુપત્નીત્વની જ છે. પણ અહીં ત્રણ સગ્ગી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
ભારતમાં બહુ પત્નીત્વ કે એકથી વધારે લગ્ન ગેરમાન્ય છે પણ જે કિસ્સો સામે આવ્યો છે તે કેન્યાનો છે. કેન્યામાં રહેતી કેટ,ઇવ અને મેરી ત્રણ સગી બહેનો છે. આ ત્રણેય બહેનોને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થયો અને તેની સાથે જ લગ્ન પણ કર્યા. નવાઈની વાત તો એ છે કે લગ્ન પછી આ ચારેય લોકો ખુશ પણ છે.સ્ટીવોના જણાવ્યા મુજબ, જ્યારે સ્ટીવોએ તેની ગર્લફ્રેન્ડને કેટ સાથે પરિચય કરાવ્યો હતો. એ પછી થોડા સમયમાં સ્ટીવો સાથે બ્રેકઅપ થઈ જતા કેટ સાથે રીલેશનમાં આવી ગયો હતો. થોડા દિવસો બાદ કેટની બહેનોએ પણ સ્ટીવો સમક્ષ પ્રેમની રજૂઆત કરી અને તે ત્રણેય બહેનો સાથે સંબંધ બનાવી રહેવા લાગ્યો હતો. થોડા મહિનાઓ સુધી રિલેશનમાં રહ્યા બાદ સ્ટીવોએ લગ્નનો નિર્ણય કર્યો અને એ પછી ત્રણેય બહેનો સાથે તેણે લગ્ન કરી લીધા.
કેન્યામાં રહેતી કેટ, ઇવ અને મેરી ગોસ્પેલ મ્યુઝિકની શિક્ષા મેળવી રહી હતી. આ દરમિયાન કેટની મુલાકાત સ્ટીવો નામના વ્યકિત સાથે થઈ. ત્યાર બાદ કેટે સ્ટીવોની મુલાકાત તેની બહેનો સાથે કરાવી. આ સાથે કેટની બન્ને બહેનોને પણ પહેલી નજરમાં સ્ટીવોથી પ્રેમ થઈ ગયો હતો. જો કે સ્ટીવો માત્ર કેટને જ પસંદ કરતો હતો.
સ્ટીવોએ જણાવ્યું કે ત્રણેય બહેનોએ સાથે મળીને જોરદાર ટાઈમ-ટેબલ બનાવ્યું છે. ટાઈમ-ટેબલ પ્રમાણે નિર્ણય કરવામાં આવે છે કે સ્ટીવો ક્યારે કઈ બહેન સાથે રહેશે. તેણે એક જ સમયમાં ત્રણ પત્નીઓ સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી થતી. ત્રણેયને એકસાથે ખુશ રાખવી ખુબ સહેલું છે. હું સોમવારે મેરી સાથે રહું છું, જયારે મંગળવારનો દિવસ કેટના નામે હોય છે અને બુધવારે હું ઇવ સાથે રહું છું. વિકેન્ડના દિવસે અમે બધા એક સાથે રહીએ છીએ અને મસ્તી કરતા હોઈએ છીએ.