Kandovan village: આજે મને તમે સૌથી પહેલા એ કહો કે ઘરની પરીભાષા શું છે. મોટા ભાગના લોકો એમ જ કહેશે કે સ્વર્ગનું સરનામું એટલે ઘર. અને જ્યારે વાત સ્વર્ગની આવે ત્યારે તે જગ્યા કોઈ પણ સુવિધાથી વંચિત ના હોય. આલીશાન મહેલ, બહુ બધા નોકર ચાકર, બધી જ સુવિધાઓ હોય એને સ્વર્ગ કહેવાય...પરંતુ આ દુનિયામાં એવા પણ કેટલાક લોકો રહે છે જે લોકોએ પોતાનું સ્વર્ગ એક નાનકડા પક્ષીના માળા જેવી જગ્યામાં બનાવ્યું છે. લાગે છે ને થોડી અજીબ વાત..પણ હંમેશાની જેમ, વાત સાચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાત ઈરાનની છે. જ્યાં એક એવું પણ ગામ છે જ્યાં લગભગ 700 વર્ષથી લોકો ચકલીના માળા જેવા ઘરમાં રહે છે. આ ઘર દેખાવમાં પણ ચકલીના માળા જેવું છે. આ ગામમાં અજીબો ગરીબ પરંપરાના કારણે લોકો આવી રીતે રહે છે.  એટલે જ આ ગામ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ગામનું નામ કંદોવન ગામ છે. કંદોવન ગામના લોકો માળાને ઘર બનાવીને રહે છે.  આવા ઘરમાં રહેવા માટે તેમણે ખાસ પ્રકારની રહેણી કરણી પણ સ્વીકારી છે. પોતાની પરંપરા માટે આ ગામ દુનિયાભરમાં જાણીતું છે કારણ કે અહીંના લોકો પક્ષીઓની જેમ જીવે છે.


કંદોવન ગામની અનેક પેઢીઓ આ રીતે જીવી ચૂકી છે. જોવા માટે જ નહીં પરંતુ રહેવા માટે પણ ખાસ છે આ ઘર... તમે આ ઘરની ખાસિયત જાણીને દંગ રહી જશો. વાતાવરણ પ્રકૃતિને અનુરૂપ રહેતું હોવાથી અહીં ઠંડીમાં  હીટર અને ગરમીમાં ACની જરૂર પડતી નથી. આ ઘર આરામદાયક હોય છે. કોઈપણ સીઝનમાં અહીં આ ખાસ ઘરમાં લોકો આરામથી રહે છે.
શા માટે અહીના લોકોએ બનાવ્યા આવા ઘર, કારણ છે ચોંકાવનાર.


વર્ષો પહેલાં અહીં મંગોલોનો આતંક હતો, મંગોલોના હુમલાથી બચવા માટે અહીંના લોકોએ આવા માળાના ઘર બનાવ્યા હતાં. કંદોવનના વાસિંદા અહીં મંગોલોના આતંકથી છૂટકારો મેળવીને આવ્યા હતા. તેઓ છુપાવવા માટે જ્વાળામુખીની ચટ્ટાનોમાં પોતાના ઘર બનાવીને અહીં જ સ્થાયી થઈ જતા. બસ ત્યારથી જ આ પરંપરા ચાલે છે અને આગળ પણ ચાલતી રહેશે. કહેવાયને કે આપણા વ્યક્તિત્વમાં ક્યાંય ને ક્યાંય તો પૂરવજોનો પડછાયો દેખાતો હોય છે. બસ એવુ જ કઈક થયું આ ગામમાં.