Most Expensive Sheep: અત્યાર સુધી તમે સૌથી મોંઘા ઘર, ગાડી કે કોઈ કિંમતી વસ્તુ વિશે સાંભળ્યું હશે પણ શું તમે સૌથી મોંઘી બકરી વિશે જાણો છો? ગ્રેટ ઓફ ઓલ ટાઈમ જેને કહેવાય તેવું Goat તરીકે જાણીતી એક બકરીએ તેના માલિકની કિસ્મત જ બદલી નાંખી. અરે એમ કહો કે તેના માલિકની આખી દુનિયા જ બદલી નાંખી તો પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે એક બકરીની કિંમત કેટલી હોય છે? બે-પાંચ હજાર? અનોખી બકરી હોય તો તેની કિંમત બે-પાંચ લાખ હોય વધી વધીને...પણ શું કોઈ બકરીની કિંમત કરોડોમાં હોઈ શકે? પણ આ હકીકત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં વાત થઈ રહી છે એક એવી બકરીની જેની કિંમત કરોડોમાં હતી. આખી દુનિયા જે બકરીની દિવાની હતી તે બકરીએ તેના માલિકને માલામાલ કરી દીધો. આ બકરીએ પોતાના નામે અનેક રેકોર્ડ કર્યા. વર્લ્ડ રેકોર્ડ કરીને આ બકરી દુનિયાની સૌથી અનોખી બકરી પણ બની ગઈ. આ બકરીની કિંમત હતી બે કરોડ રૂપિયા. જીહાં જાણીને ચોંકી ગયાને પણ આ હકીકત છે. કોઈપણ દેશમાં આટલી ઉંચી કિંમતમાં કોઈ બકરી વેંચાઈ હોય એવો આ દુનિયાનો પહેલો કિસ્સો હશે. આ બકરીએ માલિકને એટલાં રૂપિયા કમાઈને આપ્યાં કે તેના માલિકની બધી જ ઈચ્છાઓ પુરી થઈ ગઈ.


દુનિયામાં કોઈક દેશમાં એક બકરી તેની ખાસિયતને કારણે 2 કરોડમાં વેંચાઈ છે. આ વાત જાણી લોકો દંગ રહી ગયા છે. અને નવાઈની વાત તો એ છે કે તેણે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. દેશ-વિદેશમાં પ્રાણીઓની ખરીદી-વેચાણ પણ થાય છે પણ કેટલાક પ્રાણીની એટલી કિંમત હોય છે જે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દે છે. આવી જ એક બકરી (Goat) તેની કિંમતને કારણે હંમેશા ચર્ચામાં રહી છે. તેણે કેટલાય વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધાં હતાં.


આ વાત છે ઓસ્ટ્રેલિયાની. જ્યાં થોડા વર્ષો પહેલાં એક બકરી બે કરોડ રૂપિયામાં વેંચવામાં અને ખરીદવામાં આવી હતી. કેટલાક લોકોએ મળીને એક બકરી ખરીદી, જેની કિંમત હતી 2 કરોડ રુપિયા હતી. આ બકરી એલીટ ઓસ્ટ્રેલિયન વ્હાઈટ સિંડિકેટના 4 લોકોએ મળીને 2 કરોડ જેવી રકમમાં ખરીદી હતી. આ બકરીના માલિકને આ કિંમત વિશે પહેલીવારમાં ભરોસો જ નહોતો થયો. તેના માલિકે પણ તે સમયે જણાવ્યું હતુકે તેને આશા ન હતી કે આ બકરીની આટલી કિંમત મળશે.


શું છે બકરીની ખાસિયત?
સૌ કોઈ આ બકરીની કિંમત જાણીને તેની ખાસિયત વિશે જાણવા આતુર થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ બકરી એક ખાસ પ્રજાતિની બકરી હતી. આવી બકરીની માંગ ખુબ વધારે હોય છે. તે બકરીમાં જોવા મળતા મોટા ફર બાકી બકરીઓમાં ઓછા જોવા મળે છે. આ ખાસ પ્રજાતિની બકરીનો ઉપોયગ મીટ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ બાકીની બકરીની પ્રજાતિઓમાં સુધારો લાવવા પણ થઈ શકે છે.


ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ન્યૂ સાઉથ સેલમાં વેચાયેલી આ બકરીએ અગાઉના વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વર્ષ 2021માં એક બકરી લગભગ 1.35 કરોડમાં વેચાઈ હતી. આ રેકોર્ડને વર્ષ 2022માં વેચાયેલી બકરીએ તોડી નાંખ્યો હતો. આ આંકડા એ વાતની સાબિતી આપે છે. ઓસ્ટ્રેલિયામાં બકરી ઉછેરનો ધંધો કેટલો વધારે છે. ગિલમોરની આ બકરીના જેનેટિક્સનો ઉપયોગ કરીને બાકીની બકરીની જાતિઓને સુધારો કરવામાં આવે છે. આગામી સમયમાં આ પ્રજાતિની બકરીની કિંમતમાં હજુ પણ વધારે થઈ શકે છે.