ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં કેટલાક એવા સ્થળ છે કે જ્યાં ક્યારેય વરસાદ બંધ જ નથી થતો. બારે માસ સતત અવિરત પણ મેઘમંડાણ જોવા મળે છે. ના તો શિયાળો આવે કે ના તો ઉનાળો. બસ સતત વરસાદ વરસતો રહે છે. ત્યારે તમને સવાલ થશે આવા તો વળી ક્યાં સ્થળ છે કે જ્યાં વરસાદ બંધ નથી તો. આજે તમને આવા જ સ્થળની માહિતી આપી છે. જેમના પર મેઘરાજા સતત હેત વરસાવે છે. હંમેશ વરસાદદી માહોલને રોમાન્સની સાથે જોડવામાં આવે છે. ચોમાસામાં લોકો સુંદર ધોધનો નજારો જોવો વધુ પસંદ કરતા હોય છે. દૂર દૂરથી સોળે કળાએ ખીલેલા ધોધ જોવા માટે લોકો ઉમટતા હોય છે. નવી નવી જગ્યાએ જઈને લોકો વરસાદનો આનંદ માણતા હોય છે. ત્યારે કેટલાક દેશમાં એવા સ્થળ છે કે જ્યાં તમે ગમે ત્યારે જશો તો વરસાદનો આનંદ માણવા માટે મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમી શાન, સિચુઆન પ્રાંત (ચીન)-
માઉંટ એમી બૌદ્ધ ધર્મના ચાર પવિત્ર પર્વતોમાંથી સૌથી ઊંચો છે. અહીં સૌથી વધુ વરસાદ થાય છે. ચોમાસામાં અહીં વાદળોની ડબલ લેયર બને છે. જેના લીધે વધુ માત્રામાં વરસાદ થાય છે. દર વર્ષે અહીં સરેરાશ 8169 mm વરસાદ થાય છે.


બિગ બોગ, માઉ (હવાઈ)-
પોતાના પ્રાકૃતિ સૌંદર્ય અને આહ્લદક નજારાથી બિગ બોગ પ્રવાસીઓનું ફેરવીટ સ્થલ બન્યું છે. આ સ્થળ હરિયાળા જંગલો અને ધોધથી ઘેરાયેલી છે. અહીં વર્ષમાં સરેરાશ 10,272 mm વરસાદ વરસે છે.


મૈટ વાઈયાલીલે, કોઆઈ-
અહીં વર્ષમાં સરેરાશ 9,763 mm વરસાદ થાય છે. વધારે પડતા વરસાદથી વિલૃપ્ત થયેલા જ્વાલામુખીની આસપાસ ભેજયુક્ત અને કીચડ થઈ થાય કે ત્યાં સુધી પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે. જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જ જોવા મળે છે.


કુકુઇ, માયુ (હવાઈ)-
કુકુઈ માયુ એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. આ એક માઉંન્ટેન છે. જ્યાં વર્ષ દરમિયાન સરેરાશ 9,293 mm વરસાદ નોંધાય છે. ન માત્ર ચોમાસામાં જ પરંતુ બારે માસ સુધી અહીં વરસાદ વરસે છે.