નવી દિલ્લીઃ રશિયા યુક્રેન જંગનો અંત વિશ્વમાં કોઈને ખ્યાલ નથી. પરંતુ આ જંગના કારણે વિશ્વભરમાં જે વિનાશ થવાનો હતો, તે રોકી દેવાયો હોવાનો ખુલાસો થયો છે. ભારતના કારણે વિશ્વ પરથી ત્રીજા પરમાણુ યુદ્ધનું સંકટ હટ્યું હોવાનો મોટો દાવો થઈ રહ્યો છે. આખરે કોઈ કરી રહ્યું છે આવો દાવો અને કઈ રીતે રોકાયું પરમાણુ યુદ્ધ, જાણવા માટે જોઈએ આ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીની 'દોસ્તી'નો દેખાયો દમ-    
નરેન્દ્ર મોદીએ દુનિયાના નકશા પરથી યુક્રેનનું નામોનિશાન ભૂંસાઈ જતા બચાવી લીધું.. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ત્રીજો પરમાણુ હુમલો થતા રોકી દીધો. જો મોદી પોતાના મિત્ર પુતિનને ના સમજાવતા તો કદાચ આજે વિશ્વનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ ગયા હોત. આ મોટો ખુલાસો રશિયા યુક્રેન યુદ્ધના 2 વર્ષ પૂર્ણ થવાના સમયે થયો છે. આ ચોંકાવનારી માહિતી આપી છે યુક્રેનના રક્ષાકવચ બનેલા અમેરિકાના મીડિયાએ. અમેરિકી અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે અમેરિકી મીડિયાએ આ મોટો દાવો કર્યો છે. 


પીએમ મોદીએ કર્યો હસ્તક્ષેપ-
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, જેઓ વારંવાર પરમાણુ હુમલાની ધમકી આપતા રહે છે, તેમણે 2022માં યુક્રેન પર પરમાણુ હુમલાનું મન બનાવી લીધું હતું. એટલે કે હિરોસીમા અને નાગાસાકી બાદ કીવ પર વિશ્વનો ત્રીજો પરમાણુ હુમલો થવાનો હતો. પરંતુ પીએમ મોદીના હસ્તક્ષેપથી દુનિયામાં સર્જાનારા વિનાશને રોકી શકાયો. અમેરિકી અધિકારીઓના હવાલે મીડિયાએ દાવો કર્યો છે કે, 2022માં રશિયાએ યુક્રેન પર પરમાણું હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો. પુતિન યુક્રેન પર પરમાણુ હુમલો કરવા અંગે ગંભીરતાથી વિચારતા હતા ત્યારે પીએમ મોદીના કારણે આ પરમાણુ હુમલો રોકી શકાયો. અમેરિકી અધિકારીઓ માને છે કે, ભારત જેવા મહત્વના સહયોગી દેશોના કારણે જ રાષ્ટ્રપતિ પુતિન માન્યા હતા.


વૈશ્વિક ફલક પર ભારતના વધતો દબદબા-
આમ તો સમગ્ર વિશ્વ જાણે છે કે, પીએમ મોદીએ એકમાત્ર એવા નેતા છે, જેમણે પુતિનની સામે બેસીને યુદ્ધ રોકવા માટેની અપીલ કરી હતી. પીએમ મોદીના આ નિવેદનની વિશ્વભરમાં પ્રશંસા પણ થઈ હતી. ત્યારે 2022માં પીએમ મોદીએ શું કહ્યું હતું તે સાંભળીએ. પીએમ મોદીના નિવેદન અને રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધ પરિણામો અંગે થયેલી સીધી વાતને જ પરમાણુ હુમલાને રોકવાનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકી અધિકારીઓનો દાવો છે કે, પરમાણું હુમલો રોકવા ભારત અને ચીન પાસે મદદ માગવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અમેરિકી મીડિયાનો આ રિપોર્ટ વૈશ્વિક ફલક પર ભારતના વધેલા દબદબાને દર્શાવે છે, જ્યાં કોઈ પણ વૈશ્વિક મુદ્દો હોય કે સંકટ, તેમા ભારતનો હસ્તક્ષેપ કે સલાહ લેવાનું વિશ્વ મહત્વપૂર્ણ માને છે.