નવી દિલ્હીઃ કોરોનાકાળમાં રસીકરણ એજ એક ઉપાય હતો. ત્યારે ઘણાં લોક રસી લેવા તૈયાર નહોતા થતાં એ સમયે આ દેશમાં લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે ગજબનો કિમિયો અપનાવવામાં આવ્યો હતો. તેમને રસીકરણ કેન્દ્રમાં લાવવા માટે વિવિધ ઑફર્સ આપવામાં આવી. આમાં ડિસ્કાઉન્ટની લાલચ, મફત બીયર, પરંતુ ઑસ્ટ્રિયા (Austria) નો સમાવેશ થાય છે. રાજધાની વિયેનામાં જે ઓફર અપાઈ. એક ઓફર તો એવી હતી કે તેની જાહેરાત થતાં જ રસી લેવા માટે પડાપડી થવા લાગી. હજુ પણ જેને રસી લેવાની બાકી હોય તેના માટે એ ઓફર ચાલુ રાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ફન પ્લાસ્ટ' લાવ્યું ઓફર-
વિયેનામાં કોરોના રસી લગાવવા વાળા સાથે સેક્સ વર્કર્સ ફ્રીમાં થોડો સમય વિતાવશે. 'ફન પ્લાસ્ટ' નામના એક વેશ્યાલયે આ પ્રકારની અનોખી ઓફર આપી છે. અહીં પણ બ્રોથલ રસીકરણ સુવિધા પૂરી પાડી રહી છે. હવે પરિસ્થિતિ પહેલાં કરતા ઢાળે પડી ગઈ છે. છતાં પણ રસી બાકી હોય એના માટે આ ઓફર ચાલુ રખાઈ છે.


ઓફરનો લાભ ઉઠાવવા પહોંચી રહ્યા છે લોકો-
ઓફરમાં કહેવામાં આવ્યું છે કે રસીકરણ મેળવનાર વ્યક્તિ પોતાની પસંદની સેક્સ વર્કર સાથે 30 મિનિટ ફ્રીમાં વિતાવી શકશે. ખાસ વાત એ છે કે લોકો પણ આ ઓફરનો લાભ લેવા પહોંચી રહ્યા છે. બ્રોથલ કહે છે કે રસીકરણને પ્રોત્સાહન આપવુંએ દરેકની જવાબદારી છે અને આ જવાબદારીને સમજીને જ આ પ્રકારની ઓફર આપવામાં આવી છે.


આ માટે આપવી પડી આ ઓફર-
ઑસ્ટ્રિયામાં, માત્ર 64 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. સરકાર રસીકરણની ઝડપ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, રેસ્ટોરાં, પબ, સલૂન અને અન્ય જાહેર સ્થળોએ રસી વિનાના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.