Super Village: આ ગામમાં દરેક વ્યક્તિ છે કરોડપતિ, દરેકના ઘરમાં છે ફાઈવસ્ટાર હોટલો જેવી સુવિધા. જે પણ એકવાર આ ગામની મુલાકાત લે એ અહીં રહેવાનું સપનું જોવા લાગે છે. હંમેશા આપણે દુનિયાના સૌથી અમીર માણસો વિશે વિચારતા હોઈએ છે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આખે આખું ગામ જ અમીરોથી ભરેલું હોય? ચલો અમે તમને એક એવા અમીર ગામ વિશે જણાવીએ. અમે તમને જે ગામ વિશે જણાવવા જઈ રહ્યા છે ત્યાં રહેવાવાળા દરેક વ્યક્તિના એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા છે. આટલું જ નહીં આ ગામમાં શહેરો કરતા પણ સારી સુવિદ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં ચમકતા રસ્તાઓ છે-
પ્રકાશથી ચમકવાવાળા ગામના રસ્તા દરેક આવવા જવાવાળા લોકોને આકર્ષિત કરે  છે.  સફળતાના શિખર સુધી પહોંચવાવાળું આ ગામ એક સમયે ગરીબ હતું.  ગામે પ્રગતિ કરી અને સફળતા મેળવી તેનો શ્રેય કમ્યુનિટ પાર્ટીના સ્થાનીય સચિવ વૂ રેનાબોને જાય છે.


કોઈ મોટા શહેર કરતા ઓછી નહીં-
આ ગામ ચીનના જિયાંગસૂ રાજ્યમાં આવેલું છે અને તેનું નામ વાક્શી છે. ચીનનું આ ગામ એવું છે જ્યાં પહોંચીને તમે કોઈ પણ દેશની રાજધાની જેવી સુવિદ્યાઓ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. બની શકે છે કે આ બધુ વાંચીને તમને આશ્ચર્ય લાગે પરંતુ આ 100 ટકા સાચી વાત છે.


ગામમાં છે હેલિકોપ્ટર, ટેક્ષી અને થીમ પાર્ક-
વાક્શી ગામને કરોડો ડોલરની સંપત્તિનો ગઢ માનવામાં આવે છે જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી મુખ્ય કંપનિયો જોડાયેલી છે. ગામના મોટા ભાગના ઘરો એક જેવા જ છે. આ દરેક મકાનો બહારથી જોવાથી હોટલ જેવા જ લાગે છે. ગામમાં હેલીકોપ્ટર્સ, ટેક્સી અને થીમ પાર્ક છે.


કહેવાય છે સુપર વિલેજ-
આ ગામની સુવિદ્યાને દેખીને આ ગામને સુપર વિલેજનુ નામ આપવામાં આવ્યું, ગામમાં 72 માળનું સ્કાઈસ્કેપર, હેલીકોપ્ટર્સ, ટેક્સિસ, થીમ પાર્ક અને લક્ઝરી વિલા છે. ગામમાં મળવાવાળી આ સુવિદ્યાઓને શહેરોથી અલગ બનાવે છે.


દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 1 કરોડથી વધુ-
આ ગામમાં લગભગ 2 હજાર લોકો રહેતા હશે. લોકોનું કહેવું છે કે અહીંના દરેક વ્યક્તિના ખાતામાં એક મિલિયન યુઆન (એક કરોડથી વધુ) જમા છે. આ ઉપરાંત દરેક પરિવારને ગામમાં રહેવા પર ઓથોરિટી તરફથી કાર અને વિલા આપવામાં આવ્યા છે. જો તમે ગામ છોડીને જતા રહો છો તો આ દરેક વસ્તુઓ તમારે પરત કરવી પડશે. અહીંયા લોકો શાનથી પોતાનું જીવન ગુજારે છે.