ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન એક સાથે જ અલગ-અલગ રાષ્ટ્ર તરીકે જુદા થયા હતા. આજે વર્ષો બાદ દાયકાઓ બાદ પાછા ફરીને જોઈએ તો ભારત દુનિયાના વિકસિત દેશોની સાથે કદમથી કદમ મિલાવવા પ્રયાસ કરી રહ્યું છે. ભારત અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એવામાં પાકિસ્તાન એક એવું રાષ્ટ્ર છેકે, જે આખે આખો દેશ બીજા દેશોની મદદ પર ચાલે છે. બીજા દેશો પાસેથી લીધેલા વ્યાજ પરના પૈસે ચાલે છે. પાકિસ્તામાં હાલ ભુખમરાની સ્થિતિ છે. એજ્યુકેશનનું લેવલ પણ ખુબ નીચું છે. આ બધા પાછળનું કારણ છે, તેના શાસકો. એમાંય પાકિસ્તાનમાં વિતેલા વર્ષોમાં એક એવો શાસક આવ્યો જેની ખરાબ હરકતોને કારણે આખું પાકિસ્તાન નિષ્ફળતામાં ડૂબી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
​આ પણ ખાસ વાંચોઃ  જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! જાણો છો આ કહાની?
આ પણ ખાસ વાંચોઃ  અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા


કહેવાય છેકે, સત્તા દરેકને પચતી નથી. સત્તાનો નશો એ બીજા બધા નશા કરતા ખતરનાક હોય છે. કંઈક આવો જ નશો પાકિસ્તાનના રાષ્ટ્રપતિને હતો. અહીં વાત થઈ રહી છે દુનિયાના સૌથી ઐય્યાશ રાષ્ટ્રપતિની...વાત પાકિસ્તાનના એ ઐય્યાશ રાષ્ટ્રપતિ, જેને મહિલાઓના ચક્કરમાં પાકિસ્તાનને હરાવ્યુ!


અહીં વાત થઈ રહી છે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ યાહ્યા ખાનની. ઉલ્લેખનીય છેકે, બે દેશોના ભાગલા બાદ એક તરફ ભારત વિકાસની રાહ પર આગળ વધી રહ્યું હતું. ત્યાં બીજી તરફ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો અનુસર ભારત સાથે દુશ્મનાવટ રાખીને છમકલા કરતું આવ્યું છે. એ જ કારણ છેકે, અત્યાર સુધી યુદ્ધ મેદાનમાં અનેકવાર ભારત પાકિસ્તાન આમને સામને આવી ચુક્યા છે. જેમાં દર વખતે પાકિસ્તાને નીચા જોવાનો વારો આવ્યો છે. આ હાર પાછળ તેના શાસકોનો હાથ હોય છે. પાકિસ્તાનના આવા જ એક શાસક યાહ્યા ખાનની વાત સાંભળીને તમે ચોંકી જશો.


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી

આ પણ ખાસ વાંચોઃ  1001 શિવલિંગ સાથે ગુજરાતનું છે આ ચમત્કારિક મંદિર, સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ


પાકિસ્તાનના આ રાષ્ટ્રપતિ કોઈ સારા કામના લીધે નહીં બલ્કે પોતાની ઐય્યાશીના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હતા. પાકિસ્તાનના આ રાષ્ટ્રપતિ હંમેશા યાહ્યા ખાનની પરંતુ દારૂની લત અને મહિલાઓ સાથેના તેમના નજીકના સંબંધોને કારણે કુખ્યાત હતા. તેઓ પાકિસ્તાની આર્મીના આ પ્રમુખ જનરલ પણ હતા. ઘણા ઇતિહાસકારો યાહ્યા વિશે લખે છે કે તે ખૂબ જ રંગીન મિજાજના માણસ હતો. જો કે તેની સેન્સ ઓફ હ્યુમર સારી હતી, પરંતુ તે IQની દ્રષ્ટિએ ખૂબ જ સામાન્ય હતા. ઈતિહાસકારો માને છે કે તે ખૂબ રંગીન હતા અને દારૂનો ખૂબ શોખીન હતા. એવું પણ કહેવાય છે કે તેના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. 


રાતે 10 વાગ્યા બાદ 'ભઈ' પી ગયા હોય...
દારૂ પીવા માટે કુખ્યાત તેમના વિશે બીજી એક વાત ખૂબ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે તમામ લશ્કરી કમાન્ડરોને રાત્રે 10 વાગ્યા પછી યાહ્યાના કોઈપણ મૌખિક આદેશનું પાલન ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આનું કારણ એ હતું કે પાકિસ્તાનના તમામ મંત્રીઓ અને અધિકારીઓને ખબર હતી કે યાહ્યા રાત્રે 8 વાગ્યે પીવાનું શરૂ કરે છે અને 10 વાગ્યા પછી નિયંત્રણમાં રહેતા નથી. 


આ પણ ખાસ વાંચોઃ  ભારતને મળી ગયો હવામાં સ્પિન કરાવતો જાદુગર બોલર, T20 વર્લ્ડ કપમાં જગ્યા પાક્કી!
આ પણ ખાસ વાંચોઃ  આ ગુજરાતી ક્રિકેટરની સામે છે બધા ફેલ! બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ દરેકમાં છે એક્કો!
આ પણ ખાસ વાંચોઃ  એક જ દિવસમાં 11 ખતરનાક ખેલાડીઓનો જન્મદિવસ! 4 તો હજુ પણ ટીમ ઈન્ડિયામાં રમે છે


મહિલાઓ સાથે ઐય્યાશી કરતો રાષ્ટ્રપતિ!
યાહ્યા ખાનને ઘણી સ્ત્રીઓ સાથે ગાઢ સંબંધો હતા. 1971માં પાકિસ્તાનની શરણાગતિ પહેલા તેણે તેના ઘરે એક પાર્ટી યોજી હતી, જેમાં તેણે તેની ઘણી મહિલા મિત્રોને આમંત્રણ આપ્યું હતું. જેમ જેમ પાર્ટી આગળ વધતી ગઈ તેમ તેમ પાકિસ્તાની પ્રમુખ યાહ્યા સહિત બધાએ પોતપોતાના કપડા ઉતાર્યા. મલકા-એ-તરન્નુમ નૂરજહાંને યાહ્યા 'નૂરી' કહીને બોલાવતા હતા. તે સમયે પાકિસ્તાનમાં તેની તુતી બોલતી હતી. 


આ સાથે તેના એક પાકિસ્તાની ગાયક સાથે પણ નજીકના સંબંધો હતા. પાકિસ્તાને યુદ્ધમાં પરાજય આપ્યો 1971માં પાકિસ્તાનની હાલત પાછળ યાહ્યાના કટ્ટરપંથીઓનો મોટો હાથ હતો. જ્યારે કોઈએ યાહ્યાને પૂછ્યું કે ભારતની સેના મોટી છે, તે તેનો સામનો કેવી રીતે કરશે, તો તેણે કહ્યું કે મુસ્લિમો સારા લડવૈયા છે, ભારતીય સેના તેમની સામે ટકી શકશે નહીં.


આ પણ ખાસ વાંચોઃ  કેમ ગુજરાતની આ જગ્યાએ કરવામાં આવ્યું રામાયણનું શૂટિંગ? ફરી ધ્યાનથી જોજો દરેક સીન
આ પણ ખાસ વાંચોઃ  એક સમયે હીરોથી વધુ કમાણી, સૌથી મોંઘી કાર.. દિગ્ગજો પણ કરતા આ બાળ કલાકારના વખાણ
આ પણ ખાસ વાંચોઃ  નહીં કરું રેપ સીન, આ તો મારી બહેન થાય છે : જાણો છો કયા વિલને પાડી હતી ચોખ્ખી ના