Top 10 Navy In The World: જાણો દુનિયાના કયા દેશ પાસે છે સૌથી શક્તિશાળી નૌસેના
દરેક દેશો દરિયાઈ માર્ગની પણ સુરક્ષા મજબૂત રાખવા માંગતા હોય છે. કારણકે, ભારતમાં મુંબઈ ખાતે થયેલાં આતંકી હુમલામાં આંતકવાદીઓએ દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરીને ઘૂષણખોરી કરી હતી. ત્યારે એ જાણવા જેવું છેકે, દુનિયાના વિવિધ દેશો પાસે કેવા પ્રકારની નૌ સેના છે.
નવી દિલ્લીઃ દુનિયામાં અનેદ દેશો પાસે પોતાની થલ સેના, વાયુ સેના અને નૌસેના છે. દુનિયાના દેશો પાસે રહેલી આ સેનાઓ કોઈ યુદ્ધ માટે નહીં પરંતુ શાંતિ કાયમ રાખવા માટે તૈનાત કરવામાં આવેલી છે. આ વચ્ચે દરિયામાંથી પણ કેટલાક દેશો ઘૂસણખોરી કરવામાંથી ઉંચા નથી આવતા. જેવું કે ચીન જેના જહાજ અનેકવાર જાપાનના દરિયામાં જોવા મળ્યા છે. બસ આ જ ઘૂસણખોરીને રોકવા માટે દરિયામાં અલગ અલગ દેશોએ નૌસેના તૈનાત કરી છે. શું તમને ખબર છે દુનિયાની ટોપ 10 નૌસેના કઈ કઈ છે? તમને જાણી નવાઈ લાગશે પણ પાકિસ્તાન નૌસેના આ ટોપ 10ની લીસ્ટમાં નથી.
1) અમેરિકા નૌસેના- 27 માર્ચ, 1794માં અમેરિકી નૌસેનાની સ્થાપના કરવામાં આવી. આ નૌસેના વિશ્વની સૌથી શક્તિશાળી નૌસેના માનવામાં આવે છે. પેન્ટાગોનમાં નૌસેનાનું મુખ્ય મથક છે. અમેરિકી નૌસેના મુખ્યત્વે એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, પર્શિયન ગલ્ફ, ભૂમધ્ય સમુદ્રમાં કાર્યરત છે. જરૂર પડે તો તે દુનિયાના કોઈપણ ખૂણમાં જઈ શક્વા સક્ષમ છે. અમેરિકી નૌસેનામાં 3.47 લાખ જવાનો છે. 1.01 લાખ રિઝર્વ જવાનો સામેલ છે. આ નૌસેના પાસે 480 જંગી યુદ્ધ જહાજ, 50,000 નોન-કોમ્બેટ વાહન, 290 યુદ્ધ જહાજ, 3900થી વધુ એરક્રાફ્ટ, 11 એરક્રાફ્ટ કેરિયર, 68 સબમરીન અને 10 હેલિકોપ્ટર કેરિયર છે.
2) ચીની નૌસેના- બીજી ક્રમે આવે છે ચીનની નૌસેના. 23 એપ્રિલ, 1949ના આ નૌસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ નૌસેનાને પીપલ્સ લિબરેશન આર્મી નેવીના નામથી પણ ઓળખાય છે. ચીની સેના પાસે 3 લાખ સક્રિય સ્ટાફ છે. 594થી વધુ એરક્રાફ્ટ, 537થી વધુ જહાજો, 19 રિપ્લેનિશમેન્ટ શિપ, 79 સબમરીન, 36 માઈન કાઉન્ટર મેજર બોટ, 17 ગન બોટ, 94 સબમરીન ચેઝર્સ, 109 મિસાઈલ બોટ, 72 કોર્વેટ્સ, 49 ફ્રિગેટ્સ, 50 ડિસ્ટ્રોયર્સ, 22 લેન્ડિંગ શિપ મીડિયમ્સ અને 32 લેન્ડિંગ શિપ ટેન્ક્સ છે. તેની પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. આ નૌસેના ઉત્તર દરિયામાં, પૂર્વ દરિયામાં અને દક્ષિણ દરિયામાં કાર્યરત છે.
3) રશિયન નૌસેના- રશિયાના યુક્રેન પર જમીની અને હવાઈ સહિત દરિયાના રસ્તે પણ હુમલા કરી રહ્યું છે. તેના પરથી સાબિત થાય છે કે રશિયા પાસે પણ તાકતવર નૌસેના છે. રશિયન નૌસેનાના હેડક્વાર્ટર સેન્ટ પીટ્સબર્ગમાં છે. આ નૌસેનાનું મુખ્ય કામ સીલિફ્ટ, નેવલ વોરફેર અને મરીન સિક્યોરિટી છે. રશિયન નૌસેનામાં 1.60 લાખ જેટલા જવાનો છે. 359થી વધુ એરક્રાફ્ટ, 1 એરક્રાફ્ટ કેરિયર, 42 પેટ્રોલ બોટ, 3 પેટ્રોલ શિપ, 15 ખાસ હેતુના જહાજો, 32 લેન્ડિંગ ક્રાફ્ટ્સ, 28 લેન્ડિંગ શિપ ટેન્ક, 92 કોર્વેટ, 26 ફ્રિગેટ્સ, 16 ડિસ્ટ્રોયર્સ, 3 ક્રૂઝર્સ છે.
4) રોયલ નેવી, ઈંગ્લેન્ડ- UKની નૌસેનાની સ્થાપના 1546માં થઈ હતી. જેથી કહી શકાય કે આ દુનિયાની સૌથી જૂની નૌસેના છે. આ સેના પાસે 80 કમિશન્ડ શિપ, 174 એરક્રાફ્ટ, 1 આઈસ પેટ્રોલ શિપ, 4 સર્વે શિપ, 18 ફાસ્ટ પેટ્રોલ બોટ, 12 માઈન કાઉન્ટરમેઝર્સ વેસલ્સ, 8 ઓફશોર પેટ્રોલ વેસલ્સ, 13 ફ્રિગેટ્સ, 6 ડિસ્ટ્રોયર્સ, 2 એમ્ફિબિયસ ટ્રાન્સપોર્ટ ડોક્સ, 2 એરક્રાફ્ટ કરિયર અને 1 જંગી યુદ્ધ જહાજ છે.
5) જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ- જાપાનની નૌસેનાની સ્થાપના 1 જુલાઈ, 1954ના થઈ હતી. જાપાનીઝ નેવીમાં 50 હજારથી વધુ સૈનિકો, 346 એરક્રાફ્ટ, 150થી વધુ જહાજો, 8 પ્રશિક્ષણ જહાજ, 6 પેટ્રોલ બોટ, 30 માઈન સ્વીપર, 3 લેન્ડિંગ શિપ, 6 ડિસ્ટ્રોયર એસ્કોર્ટ્સ, 10 ફ્રિગેટ્સ, 26 ડિસ્ટ્રોયર, 4 હેલિકોપ્ટર કેરિયર અને 19 સબમરીન છે. જાપાની નૌકાદળનો મુખ્ય ઉદ્દેશ્ય તેની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવાનો છે.
6) ફ્રાંસ નૌસેના- ફ્રાંસ નૌસેનાની સ્થાપના 1624માં થઈ હતી. આ નૌસેના 6 અલગ અલગ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. આમાં મેરીટાઇમ જેન્ડરમેરી, માર્સેલ નેવલ ફાયર બટાલિયન, નેવી રાઈફલમેન, ફ્રેન્ચ નેવલ એવિએશન, સબમરીન ફોર્સીસ અને નેવલ એક્શન ફોર્સ સામેલ છે. આ વિશ્વની સૌથી જૂની નૌકાદળમાંની એક છે જે હજુ પણ સક્રિય છે. ફ્રેન્ચ કોલોનિયલ એમ્પાયર પછી, ફ્રેન્ચની નૌકાદળોએ 400 વર્ષ સુધી ઘણા દેશો પર શાસન કર્યું. હાલમાં તેની પાસે 44 હજાર જવાન, 7000 નાગરિકો અને 37 હજાર સૈન્યનો સ્ટાફ છે. તેમની પાસે 200 એરક્રાફ્ટ, 180થી વધુ યુદ્ધ જહાજ અને 6 કમાન્ડો યુનિટ છે.
7) ભારતીય નૌસેના- ભારતીય નૌસેનાની સ્થાપના 1612માં થઈ હતી. આ નૌસેના પરમાણુ યુદ્ધ, સીલિફ્ટ, ફોર્સ પ્રોજેક્શન અને નૌકા યુદ્ધને રોકવા માટે કાર્યરત છે. સેન્ટર એમ્યુનિશન સપોર્ટ, લોજિસ્ટિક્સ, મેન્ટેનન્સ સપોર્ટ, માર્કોસ બેઝ, એર સ્ટેશન, ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ, સબમરીન અને મિસાઈલ બોટ બેઝ પર કામ કરે છે. ભારતીય નૌસેના પાસે 75 હજાર રિઝર્વ જવાનો, 67,252 સક્રિય જવાનો, 300 એરક્રાફ્ટ, 150 જહાજ અને સબમરીન છે. 4 ફ્લીટ ટેન્કર, 1 માઈન કાઉન્ટરમેજર જહાજ, 24 કોર્વેટ્સ, 15 એટેક સબમરીન, 1 બેલેસ્ટિક મિસાઈલ સબમરીન, 8 લેન્ડિંગ શિપ ટેન્ક, 1 એમ્ફિબિયસ ટ્રાન્સપોર્ટ ડોક, બે એરક્રાફ્ટ કેરિયર્સ છે.
8) કોરિયા નૌસેના- કોરિયાની નૌસેનાની સ્થાપના 11 નવેમ્બર, 1945ના થઈ હતી. આ નૌસેના પાસે 70,000 જવાનો, 70 એરક્રાફ્ટ, 150 યુદ્ધ જહાજ, 20 ઓક્સીલરી જહાજ, 11 માઈન વોરફેર જહાજ, 11 માઈનફેર જહાજ, 65 પેટ્રોલ વેસલ્સ,11 કોર્વેટ્સ, 18 સબમરીન છે.
9) ઈટાલિયન નૌસેના- ઈટલીની નૌસેનાની સ્થાપના 1861માં થઈ હતી. આ નૌસેનાનું મુખ્ય કામ નેવલ વોરફેર છે. આ નૌસેના પાસે 31,000થી વધુ જવાન, 70 એરક્રાફ્ટ, 184 વેસલ જહાજ, 8 એટેક સબમરીન, 13 ફ્રિગેટ, 3 એમ્ફિબિયસ એસોલ્ટ જહાજ, 2 લાઈટ એરક્રાફ્ટ કેરિયર, 10 માઈન કાઉન્ટરમેજર જહાજ અને 10 ઓફશોર પેટ્રોલ વેસલ છે.
10) તાઈવાન નૌસેના-
1924માં તાઈવાનની નૌસેના પહેલા રિપબ્લિક ઓફ ચાઈન નેવી તરીકે ઓળખાતી હતી. તાઈવાનની નૌસેના પાસે 38,000 જવાન, 28 એરક્રાફ્ટ, 117 જહાજ, 9 માઈનસ્વીપર, 10 લેન્ડિંગ જહાજ, 12 પેટ્રોલ શિપ, 4 સબમરીન, 31 મિસાઈલ બોટ અને 10 ઓક્સીલરીઝ છે.