નહીં ચાલે ખોટી ફાકા-ફોજદારી, અહીં રહેવા માટે જોઈએ કાળજામાં દમ! આ છે દુનિયાની સૌથી ભયાનક જગ્યાઓ
સામાન્ય રીતે રાત્રે અચાનક લાઈટ જાય તો પણ અંધારામાં લોકોને ડર લાગતો હોય છે. ત્યારે શું તમે જાણો છોકે, દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં લોકો દિવસે પણ જતા ડરે છે. આ ભયંકર જગ્યાઓ પર જવા માટે કઠણ કલેજુ જોઈએ...
નવી દિલ્લીઃ દુનિયામાં એવી ડરાવની, ખતરનાક અને ભૂતિયા જગ્યા છે, જેના વિશે માણસ ક્યારેય જાણી નથી શક્યો અથવા જાણવાની ઈચ્છા નથી રાખી. કારણકે આ જગ્યાઓ પર તે ક્યારેય જવા નથી માગતો. દુનિયામાં આ પ્રકારનો એક આઈલેન્ડ મોજૂદ છે, જેને ખૂબ જ ડરાવનો માનવામાં આવે છે. ચાલો જાણીએ, કઈ જગ્યા છે?
Ghost Island:
ઈટલીની સુંદરતા દુનિયાભરમાં ફેમસ છે. અહીંના સદીઓ જૂના શહેર, સંસ્કૃતિ અને નઝારાને જોઈને દુનિયાભરના લોકોને અહીં પર વસવા આવે છે. પરંતુ આ દેશની બીજી એક બાજુ પણ છે. તેનું નામ છે પોવેગ્લિયા આઈલેન્ડ. આ આઈલેન્ડ સાથે એક ડરાવની કહાની જોડાયેલી છે.
Scary Island:
આ આઈલેન્ડને દુનિયાનો સૌથી ડરાવનો આઈલેન્ડ પણ કહેવામાં આવે છે. આ જગ્યાને 54 વર્ષથી બંધ રાખવામાં આવી હતી. અહીં ટૂરિસ્ટોના આવવા પર મનાઈ છે. આ જગ્યા પર 1930ની આસપાસ એક મેન્ટલ હોસ્પિટલ ચાલતી હતી. કહેવામાં આવે છે કે, એક ડાયરેક્ટરે ઊંચા ટાવર પરથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો.
Mental hospital:
પોવેગ્લિયા આઈલેન્ડ વેનિ અને લિડો શહેરની વચ્ચે છે. કહેવામાં આવે છે કે, અહીં માનસિક બીમાર લોકોની સારવાર કરવામાં આવતી હતી. મેન્ટલ હોસ્પિટલ બાદ અહીં ઘણા સમય સુધી નર્સિંગ હોમ ચલાવવામાં આવતુ હતું, પરંતુ 1968માં તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું.
Plague:
જણાવવામાં આવે છે કે, 14મી સદીમાં અહીં પ્લેગ મહામારી ફેલાઈ અને અંદાજે 1 લાખ 60 હજાર લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ તમામ મૃતદેહને અગ્નિદાહ આપીને દફન કરી દેવામાં આવ્યા. ત્યારથી આ જગ્યાને શાપિત અને ભૂતિયા માનવામાં આવે છે. છેલ્લા 54 વર્ષથી અહીં કોઈ ગયુ નથી. વર્ષ 2015માં આ જગ્યાને રિડેવલપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અહીં લક્ઝરી રિસોર્ટ બનાવવાની કામગીરી શર કરવાની વાત સામે આવી હતી. પરંતુ બની ન શકી.
Horrible island:
આ આઈલેન્ડ પર કોઈપણ સંસ્થા લાંબા સમય સુધી ટકી નથી શકતી. અહીં કોઈ કામ નથી થઈ શક્યુ. અહીં પર મોટાભાગે આશ્ચર્યચકિત થઈ જવાય તેવી ઘટનાઓ બનતી રહે છે. જેના પગલે આ આઈલેન્ડને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો.