First image from James Webb Space Telescope: નાસાના જેમ્સ વેબ અંતરિક્ષ ટેલિસ્કોપની પહેલી તસવીર સામે આવી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અનંત અંતરિક્ષનાં એક નાનકડા હિસ્સાની રંગીન તસવીર શેર કરી. આ તસવીર આકાશગંગા ક્લસ્ટર SMACS 0723ની છે. રંગીન તસવીર મળ્યા બાદ બ્રહ્નાંડના અનેક રહસ્યો ખુલવાની આશંકા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાભરના અંતરિક્ષ પ્રેમીઓ જે પળની રાહ જોઈ રહ્યા હતા, તે આવી ગઈ. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના જેમ્સ વેબ અંતરિક્ષ ટેલિસ્કોપે લીધેલી રંગીન તસવીર આવી સામે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને લીધેલી અંતરિક્ષના સૌથી ઊંડાણવાળા વિસ્તારની તસવીર શેર કરી. નાસાએ જણાવ્યા મુજબ, આ તસવીરના માધ્યમથી અંતરિક્ષ પ્રેમીઓને અહીંની વાસ્તવિક દુનિયા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અનંત અંતરિક્ષના રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો છે.


 



ચાલો જાણીએ, કેમ આ તસવીર ઐતિહાસિક છે?
નાસાની જે તસવીરને બહાર પાડવામાં આવી છે, તે આકાશગંગા ક્લસ્ટર SMACS 0723ની છે. નાસાએ કહ્યું, આ એક રંગીન તસવીરમાં હજારોની સંખ્યામાં આકાશગંગા આવેલી છે. આ ટેલિસ્કોપે એક પ્રકારે આપણને ટાઈમ ટ્રાવેલ કરાવ્યું છે. આ તસવીરમાં 4.6 અરબ પહેલા આકાશગંગા ક્લસ્ટર SMAC 0723 કેવી હતી, તે દર્શાવે છે. આ ગેલેક્સી ક્લસ્ટરનું સંયુકત માસ (દ્રવ્યમાન) એક ગુરુત્વીય લેન્સનું કામ કરે છે. નાસાનું આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ શરૂઆતની આકાશગંગાની શોધખોળ કરે છે જેનાથી સંશોધનકારોને માસ (દ્રવ્યમાન), વર્ષ, ઈતિહાસ અને તેની બનાવટ વિશે જાણવાનો નવો રસ્તો ખોલી શકાય.