America Youth કેમ યુરોપ તરફ મૂકી રહ્યું છે દોટ? જાણો USA ના ક્રાઈમ અને ગન કલ્ચરથી શું સ્થિતિ છે હાલ
દુનિયાના લાખો લોકો અમેરિકામાં જવાનું સપનું જુએ છે. પરંતુ અમેરિકાના યુવાઓ ઝડપથી યુરોપીય દેશો તરફ પલાયન કરી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ છે.
ન્યૂયોર્ક: દુનિયાના લાખો લોકો અમેરિકામાં જવાનું સપનું જુએ છે. પરંતુ અમેરિકાના યુવાઓ ઝડપથી યુરોપીય દેશો તરફ પલાયન કરી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ છે. કેમ કે અત્યાર સુધી અમેરિકામાં રિટાયર થઈ ગયેલા લોકો ઈટલી, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ અને ફ્રાંસ જેવા દેશોમાં જઈને વસવા લાગ્યા છે. ગ્રીસ, પોર્ટુગલ, ઈટલી વગેરે દેશોમાં છેલ્લાં વર્ષની સરખામણીમાં અમેરિકન લોકોની સંખ્યામાં 45 ટકા સુધીનો વધારો થયો છે. અમેરિકાના લોકોનો આવવાથી ઈટલીની અનેક કંપનીઓની આવકમાં વધારો થયો છે.
કેમ અમેરિકાના લોકો પલાયન કરી રહ્યા છે:
1. ડોલરનું મજબૂત થવું
2. અમેરિકામાં મોંઘી સારવાર
3. ગન કલ્ચરના કારણે વધી રહેલો ક્રાઈમ
ડોલર મજબૂત થવાથી અમેરિકાના નાગરિકો બીજા દેશમાં સરળતાથી ઓછા પૈસામાં સારું જીવન જીવી શકે છે. કેલિફોર્નિયાના જેન વિટમેન પતિ અને બાળકોની સાથે રહેવા લાગ્યા છે. તે બાળકોને અલગ પરિસ્થિતિમાં ઉછેરવા માગે છે. એક એવો માહોલ જયાં ભણવા માટે લોન ન લેવી પડે અને ફ્રી સ્વાસ્થ્ય સેવાઓ હોય.
4 કરોડથી વધારે લોકોએ નોકરી છોડી:
કોરોના દરમિયાન કારીગર વર્ગને એવું લાગ્યું કે તે પ્રોફેશનલ અને પર્સનલ જિંદગીને અલગ રાખી શકતા નથી. આ કારણે અમેરિકામાં 2021માં 4 કરોડથી વધારે લોકોએ નોકરી છોડી દીધી છે. આ દરમિયાન લોકો મોંઘી સારવારના કારણે હોસ્પિટલ જવાથી પણ બચતા રહ્યા. નિયમિત ચેક-અપ પણ કરાવ્યું નહીં. એવામાં શાનદાર જિંદગીની આશામાં અમેરિકાના લોકો યુરોપીય દેશો પર વિશ્વાસ રાખી રહ્યા છે. વર્ષ 2020માં હત્યાના આંકડા પણ 30 ટકા સુધી વધ્યા.
દુનિયામાં ગનથી થતી હત્યામાં અમેરિકા સૌથી આગળ:
અમેરિકામાં 79% હત્યા
કેનેડામાં 37% હત્યા
ઓસ્ટ્રેલિયામાં 13% હત્યા
બ્રિટનમાં 4% હત્યા
ગન કલ્ચર સૌથી મોટી સમસ્યા:
એક સર્વે પ્રમાણે અમેરિકાના લોકોનું માનવું છેકે મોંઘવારી પછી ગન કલ્ચર સૌથી મોટી સમસ્યા છે. તેની સામે યુરોપીય દેશોમાં ગુનાખોરી ઓછી છે. કલ્યાણકારી યોજનાઓ વધારે છે અને ઘરની કિંમત પણ ઓછી છે.
અમેરિકાની કંપનીઓમાં પગાર વધારે:
અનેક લોકો એવા છે જે યુરોપમાં રહીને અમેરિકી કંપનીઓ માટે રિમોટ વર્ક કરી રહ્યા છે. યુરોપના દેશોમાં 27,000 ડોલરથી લઈને 45,000 ડોલર સુધીનો પગાર મળે છે. જ્યારે અમેરિકાની કંપનીઓ 70,000 ડોલરનો સરેરાશ પગાર આપે છે. એવામાં લોકો આ કંપનીઓનું કામ છોડવા માગતા નથી. લોકોનું માનવું છે કે તે અમેરિકી કંપનીઓમાં કમાઈને યુરોપના દેશોમાં ખર્ચ કરીશું તો તેમનો પરચેઝિંગ પાવર મજબૂત બની રહેશે.