ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં રહેલી વાઘોની તમામ પ્રજાતીઓમાં લગભગ આજે 97 ટકા ગાયબ થઈ ગઈ છે. એક સમયે દુનિયામાં લગભગ 3 હજાર 900 જટેલા વાઘ જ હતા. જેથી વાઘને બચાવવા અને તેની સંખ્યા વધારા માટે લોકોને જાગૃત કરવાનું મિશન પુરજોશમાં ચાલે છે. જેથી 2022 સુધીમાં વઘાની સંખ્યા વધીને 4 હજારની આસપાસ પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


એક સમયે 1 લાખ વાઘ હતા:
એક સદી પહેલાં દુનિયામાં લગભગ 1 લાખ વાઘ જંગલમાં રાજ કરતા હતા. પરંતુ 21મી સદીની શરૂઆત બાદ માત્ર 13 દેશમાં જ વાઘ બચ્યા હતા. જેની સંખ્યા 4 હજારથી પણ ઓછી થઈ ગઈ હતી. જેથી 2010થી 29 જુલાઈએ વિશ્વ ટાઈગર દિવસ બનાવવાની શરૂઆત કરવામાં આવી. જેથી જીવતા રહેલા વાઘની સુરક્ષા થાય અને વાઘની સંખ્યામાં વધારો કરી શકાય.

માત્ર 13 દેશમાં જોવા મળે છે ટાઈગર:
વર્લ્ડ વાઈલ્ડ લાઈફના એક રિપોર્ટ મુજબ કેટલાક વર્ષોની અંદર જ 95 ટકા વાઘની સંખ્યા ઘટી ગઈ છે. હવે વાઘની વસ્તી માત્ર 13 દેશ પુરતી સિમિત થઈ ગઈ છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, ચીન, ઈંડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાંમાર, નેપાલ, રશિયા, થાઈલેન્ડ અને વિયતનામનો સમાવેશ થાય છે.


વાઘની સંખ્યા ઘટવા પાછળના કારણ:
જંગલોના વધતા સર્વનાશ, ગેરકાયદે શિકાર, વાઘ માટે રહેવા માટેના જંગલોની અછત, જેનેટિક જાઈવર્સિટી, રહેણાક વિસ્તારમાં ઘૂસવાથી થતા મોત, ટાઈગર ટૂરિઝમ, પ્રોજેક્ટની નિષ્ફળતા અને ગ્લોબલ વોર્મિંગના લીધે વાઘની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી વાઘને બચાવવા લોકોને જાગૃત કરવા દર વર્ષે 29 જુલાઈએ વિશ્વ ટાઈગર દિવસ મનાવાય છે. 


વર્લ્ડ ટાઈગર દિવસનો ઈતિહાસ:
વર્લ્ડ ટાઈગર દિવસની વર્ષ 2010માં શરૂઆત થઈ હતી. જેને રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટે માન્યતા આપી હતી. ત્યારે એક રિપોર્ટમાં 97 ટકા વાઘ ગાયબ થવાની માહિતી સામે આવતા તમામ લોકો આશ્ચર્યમાં પડ્યા હતા. અને દુનિયામાં માત્ર 3,900 જ વાઘ બચ્યા હતા.


ભારતમાં કેટલા વાઘ છે?
હાલ દુનિયાભરમાં 4 હજાર જેટલા વાઘ છે. જેમાં ભારતમાં 2 હજાર 967 વાઘ હોવાની માહિતી છે. પ્રકૃતિ કે સરંક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંઘની એક રિપોર્ટ મુજબ 2015માં વઘાની સંખ્યા 3200 હતી. જે વધીને 2022 સુધી 4 હજાર 500 સુધી પહોંચી છે.


કેટલાક પ્રકારના વાઘ હોય છે?
વાઘ અલગ અલગ રંગના જોવા મળે છે. જેમાં સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા ભૂરા વાઘ, ગોલ્ડન ટાઈગર હોય છે. જેમને જોવા એ એક અદભૂત લહાવો હોય છે. અત્યાર સુધી બાલી ટાઈગર, કૈસ્પિયન ટાઈગર, જાવન ટાઈગર અને ટાઈગર હાઈબ્રિડ જેવી પ્રજાતીઓ જોવા મળી છે. પરંતુ તે હવે લુપ્ત થઈ ચુકી છે.